યુએસ ની ચેતવણી: નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે પાકિસ્તાન

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરમાં વારંવાર ઘુસપેઠ અને આતંકી હુમલા કરવા સુધી જ પાકિસ્તાન સીમિત નથી રહ્યું અમેરિકી રિપોર્ટ અનુસાર પાકિસ્તાન નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. જેમાં શોર્ટ રેન્જ ટેક્નિકલ હથિયાર પણ શામિલ છે. મતલબ એવો પરમાણુ બૉમ્બ જેની અસર સીમિત હોય છે. પરંતુ જો તેની સંખ્યા વધારી દેવામાં આવે તો દુશ્મન દેશને ઘણું નુકશાન કરી શકે છે.

અમેરિકી નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર ડેન કોટ્સ ઘ્વારા પાકિસ્તાન વિશે આ ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે જયારે જમ્મુ કાશ્મીર ના સુંજવાન આર્મી કેમ્પના આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો આક્રોશ વ્યાપી ગયો છે.

ડેન કોટ્સ ઘ્વારા અમેરિકી સંસદમાં પાકિસ્તાનને લઈને ખુલાસો

ડેન કોટ્સ ઘ્વારા અમેરિકી સંસદમાં પાકિસ્તાનને લઈને ખુલાસો

અમેરિકી નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર ડેન કોટ્સ ઘ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. જેમાં ઓછી દુરી થી દરિયા અને હવામાં મારી શકાય તેવા લોન્ગ રેન્જ મિસાઈલનો સમાવેશ થાય છે. ડેન કોટ્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવા નવા હથિયારથી એશિયામાં ખતરો વધવાની સાથે સાથે પરમાણુ હથિયાર બનાવવાની હોડ લાગી જશે.

આતંકીઓના હાથ લાગી શકે છે પાકિસ્તાનના પરમાણુ હથિયાર

આતંકીઓના હાથ લાગી શકે છે પાકિસ્તાનના પરમાણુ હથિયાર

પાકિસ્તાનના પરમાણુ હથિયાર કેટલા અસુરક્ષિત છે તેને લઈને ફેડરેશન ઓફ અમેરિકન સાઈંટીસ્ટ ઘ્વારા થોડા મહિના પહેલા જ ચેતવણી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર પાકિસ્તાને 9 જગ્યા પર પોતાના પરમાણુ હથિયાર રાખ્યા છે.

ન્યુક્લિયર વેપન લોન્ચ

ન્યુક્લિયર વેપન લોન્ચ

રિપોર્ટ મુજબ પાકિસ્તાને જે જગ્યા પર પરમાણુ હથિયાર રાખ્યા છે તે દરેક જગ્યાથી ન્યુક્લિયર વેપન લોન્ચ કરી શકાય છે જેનો મતલબ છે કે પાકિસ્તાન જયારે પણ ઈચ્છે ત્યારે કોઈ પણ ઠેકાણે થી પરમાણુ હથિયાર લોન્ચ કરી શકે છે. પરંતુ મુસીબત એટલી છે કે તે દરેક ઠેકાણા સુરક્ષિત નથી. અમેરિકાનું માનવું છે કે આ હથિયાર સુધી આતંકી સરળતાથી પહોંચી શકે છે.

આતંકી ખતરો હોવા છતાં ભારત સાથે દુશ્મનીમાં આંધળું પાકિસ્તાન

આતંકી ખતરો હોવા છતાં ભારત સાથે દુશ્મનીમાં આંધળું પાકિસ્તાન

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને બરાક ઓબામા વચ્ચે વર્ષ 2015 દરમિયાન મુલાકાત થઇ હતી. આ યાત્રા દરમિયાન પાકિસ્તાનના નાના પરમાણુ હથિયાર અને તેની સુરક્ષાને લઈને ચર્ચા થઇ હતી.

પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ

પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને બરાક ઓબામા વચ્ચે થયેલી મિટિંગમાં શુ થયું તેવા વિશે જણાવવું ખુબ જ મુશ્કિલ છે. એક પાકિસ્તાની અધિકારીએ એટલે સુધી કહી દીધું હતું કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ ભારતને ધ્યાનમાં રાખીને જ ચલાવામાં આવી રહ્યો છે.

English summary
Pakistan developing new types nuclear weapons us report

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.