For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન સરકાર મુશર્રફ સામે કેસ ચલાવશે

|
Google Oneindia Gujarati News

parvez-musharraf
ઇસ્લામાબાદ, 21 જૂન : પાકિસ્તાનના પૂર્વ સૈન્ય સરમુખત્યાર પરવેઝ મુશર્રફની વિરુદ્ધ સંવિધાનનો અનાદર કરવા બદલ અને વર્ષ 2007માં કટોકટીકાળ લગાવવા માટે રાજદ્રોહના આરોપમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધ ન્યુઝ સમાચાર પત્રના જણાવ્યા અનુસાર સરકાર મુશર્રફને રાજદ્રોહના આરોપમાં સુનવણીથી બચાવવાને બદલે સંવિધાન અને કાયદાની વ્યવસ્થાની સર્વેચ્ચતા જાળવી રાખવા માટે આ પ્રકારના પગલાંઓને સમર્થન આપશે.

આ અંગે એક મંત્રીએ જણાવ્યું કે પીએમએલ-એનના પ્રમુખ નવાઝ શરીફે વડાપ્રધાન બનતા પહેલા જ સંકેત આપ્યા હતા કે તેઓ મુશર્રફની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવા માટે સમર્થન આપશે. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ કોર્ટના આદેશનો યોગ્ય અમલ થાય તે માટે પાકિસ્તાન સરકાર વ્યવસ્થા કરશે.

આ કાયદા અંતર્ગત ગૃહ સચિવે સંવિધાનની કલમ 6 અને રાજદ્રોહ દંડ કાયદો 1973 અતર્ગત આપેલી જોગાવાઇ અનુસાર સંવિધાનને ભંગ કરવા અથવા રદ કરવા બદલ મુશર્રફ સામે એક ફરિયાદ નોંધાવવી પડશે.

English summary
Pakistan government will hold trial against Musharraf
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X