For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકએ સફળ હત્ફ-નૌ પરમાણુ મિસાઇલનુ કર્યું પરીક્ષણ

By Super
|
Google Oneindia Gujarati News

pak-nukes
ઇસ્લામાબાદ, 11 ફેબ્રુઆરીઃ પાકિસ્તાને સોમવારે પરમાણુ શસ્ત્રોને લઇ જવામાં સક્ષણ હત્ફ-નૌ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અંદાજે 60 કિમીની મારક ક્ષણતાવાળી આ મિસાઇલ અત્યારસુધીની જાણીતી તમામ મિસાઇલ અવરોધક રક્ષા પ્રણાલીઓને માત આપવામાં સક્ષમ છે.

સેનાએ એક નિવેદનમાં કહ્યું કે મલ્ટી ટ્યૂબ લોન્ચરથી એક પછી એક કરીને બે હત્ફ-નો મિસાઇલ દાગી હતી. સક્ષમ સંક્ષિપ્ત દૂરીની આ મિસાઇલ પૃષ્ઠભૂમિમાં દેખાતી મિસાઇલને મારવામાં સક્ષમ છે, હત્ફ -નૌ એટલે ક નસ્ર મિસાઇલ ઉચ્ચ કોટીવાળા પરમાણુ શસ્ત્રોને લઇ જવામાં સક્ષમ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ત્વરિત પ્રતિક્રિયા પ્રણાલી ચાર મિસાઇલ દાગી શકે છે અને આસપાસના દૃશ્યોના સંદર્ભના ખતરાના વિરુદ્ધમાં પ્રતિરોધ સુનિશ્ચિત કરે છે. નસ્રને ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનાથી તે અત્યારસુધીની તમામ પરમાણુ અવરોધક પ્રણાલીઓને પરાસ્ત કરી શકે છે.

આ પરિક્ષણ દરમિયાન જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમેટિના અધ્યક્ષ જનરલ ખાલિદ શમીમ વાયને, રણનિતિક યોજના વિભાગના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ અવકાશપ્રાપ્તઃ ખાલિદ અહમદ કિદવઇ, સૈન્ય રણનીતિક બળ કમાનના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ તારિક નદીમ ગિલાની, સશસ્ત્ર દળોએ વરિષ્ઠ અધિકારી અને રણનીતિક પ્રતિષ્ઠાનોના વૈજ્ઞાનિક તથા એન્જીનિયર હાજર રહ્યાં હતા.

નિવેદનમાં એ જણાવવામાં આવ્યું નથી કે, પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે, રણનીતિક પ્રતિષ્ઠાનોએ વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓએ પોતાના સંબોધનમાં જનરલ વાયને એ નસ્ર શસ્ત્ર પ્રણાલીના સંચાલનના ઉચ્ચ સ્તરીય માનકો અને દક્ષતા માટે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળ દરેક પ્રકારની હમલાના વિરોધ પાકિસ્તાનની સુરક્ષાને જાળવી રાખવા મટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.

English summary
Pakistan today successfully tested the nuclear capable Hatf IX tactical missile with a range of 60 km, designed to defeat all known anti-tactical missile defence systems.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X