સૂર્ય જેવો દેખાતો તારો મળી આવ્યો

Posted By:
Subscribe to Oneindia News

બર્લિન, 17 જાન્યુઆરીઃ મેસિયર 67 તારા સમૂહમમાં કક્ષાની પરિક્રમા કરનારા ત્રણ નવા એક્સોપ્લાનેટ(સૌરમંડળમાં પૃથ્વીની તુલનામાં તારાની પરિક્રમા કરનારા ગ્રહ) મળી આવ્યા છે અને તેમાનો એક તારો છે જે સૂર્ય જેવો લાગી રહ્યો છે. આ જાણકારી યુરોપિયન સાઉદર્ન ઓબ્ર્વેટરી(ઇએસઓ) અધિકારીઓને આપી.

Planet-found-orbiting-Sun-like-star
ચલીના લાસિલા ઓબ્ઝર્વેટરીમાં વિશ્વના અન્ય ટેલિસ્કોપોં સાથે ઇએસઓના નવા હારપ્સ(એચઆરપીએસ) ટેલીસ્કોપના પ્રયોગથી થયેલા આ અન્વેષણ મુખ્ય છે, કારણ કે સૌર્યમંડળની બહાર અત્યારસુદી એક હજારથી વધારે એક્સોપ્લાનેટ મળી આવ્યા છે, પરંતુ તેમાના ઘણા ઓછા એવા છે જે તારા સમૂહમાં સ્થિત છે. જર્મનીના મેક્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ફિજિક્સ સાથે અધ્યયનની લેખિકા એના બ્રુસાલેસીએ એક નિવેદનમાં કહ્યું કે, મેસિયર 67 તારા સમૂહમાં તારા લગભગ સરખી ઉમરના છે અને તેમની સંરચના લગભગ સૂર્ય જેવી છે.

તેમણે કહ્યું કે, ભીડભાડવાળા પર્યાવરણમાં અનેક ગ્રહો બને પછી એ ઘણા મોટા હોય અથવા તો ઘણા નાના હશે. આ બધાના અધ્યયને તેને એક ઉત્તમ પ્રયોગશાળા બનાવી દીધી છે. લગભગ 500 તારાવાળા સમૂહ મેસિયર 67, આપણી આકાશગંગામાં પૃથ્વીથી લગભગ 2500 પ્રકાશવર્ષના અંતરે કર્ક નક્ષત્રમાં સ્થિત છે. અધ્યયન દરમિયાન બહારના ગ્રહ પણ મળી આવ્યા, જેમાં બે ગ્રહ સૂર્ય જેવા તારાની પરિક્ર્મા કરતા જોવા મળ્યા.

પહેલા બે એક્સોપ્લાનેટ્સના દ્રવ્યમાન બૃહસ્પતિ ગ્રહના દ્રવ્યમાન એક તૃત્યાંશ અને બન્ને ક્રમશઃ પોતાના તારાના ચક્કર સાત અને પાંચ દિવસમાં પૂર્ણ કરી લે છે, જ્યારે ત્રીજા ગ્રહ બૃહસ્પતિ ગ્રહથી મોટા છે અને તે 122 દિવસમાં પોતાની પરિક્રમા પૂરી કરે છે. ઇએસઓ અધિકારીઓએ જણાવ્યું કે, તમામ ત્રણેય ગ્રહોની કક્ષાઓ પોતાના મેજબાન તારાઓની ઘણી નજીક છે. શોધ ટૂકડીએ ચકાસ્યું છે કે, પહેલો ગ્રહ મેજબાન તારા, અત્યારસુધી સૂર્ય સમાન મળી આવેલા તારાઓમાનું એક છે.

English summary
Three new exoplanets have been discovered orbiting stars in the Messier 67 star cluster and one of them circles a star that is nearly identical to the Sun, according to European Southern Observatory, or ESO, officials.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.