For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: આ દેશમાં લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ, માસ્ક લગાવી સંબંધીઓને મળવાની મંજૂરી

Coronavirus: આ દેશમાં લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ, માસ્ક લગાવી સંબંધીઓને મળવાની મંજૂરી

|
Google Oneindia Gujarati News

રોમઃ ઈટલી, યુરોપનો એવો દેશ છે જ્યાં જીવલેણ કોરોના વાયરસે ભારે તબાહી મચાવી છે. આ દેશમાં કોરોનાએ 26644 લોકોના જીવ લીધા છે અને 1,97,675 કેસ સામે આવ્યા છે. દેશમાં માર્ચમાં લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું. હવે અહીં સ્થિતિ સુધરવા લાગી છે અને તેને જોતા અહીંના પ્રાઈમ મિનિસ્ટરે હવે લૉકડાઉનમાં ઢીલ આપવાનો ફેસલો લીધો છે. પીએમ ગ્યૂસેપ કોંતેએ રવિવારે એલાન કર્યું કે ચાર મેથી લોકોને પોતાના સંબધીઓને મળવાની આઝાદી હશે. જે બાદ 18 મેથી થોડી વધુ છૂટ આપવામાં આવસે અને પછી એક જૂનથી વધુ એક નવું એલાન કરવામાં આવશે.

જોગિંગ અને બાઈક રાઈડને મંજૂરી

જોગિંગ અને બાઈક રાઈડને મંજૂરી

રવિવારે પીએમ કોંતેએ દેશની જનતાના નામ સંબોધન આપ્યું. તેમણે જણાવ્યું કે ચાર મેથી દેશમાં મેન્યુફેક્ચરિંગ, કંસ્ટ્રક્શનના કામો અને છૂટક બજાર કોલવાની મંજૂરી આપી દેવામાં આવશે. જે બાદ 18 મેથી દેશમા રિટેલ સ્ટોર, મ્યૂજિયમ, ગેલેરીઝ અને લાઈબ્રેરી ખોલવામાં આવશે. દેશમાં બાર, રેસ્ટોરાં, હેર ડ્રેસર્સ અને બ્યૂટી સલૂન એક જૂને જ ખુલી શકાશે. આગલા સોમવારે એટલે કે ચાર મેથી લોકોને પોતાના સંબંધીઓને મળવાની મંજૂરી હશે પરંતુ માસ્ક પહેરવાની શરતે. આ ઉપરાંત ઘરના 200 મીટરના એરિયામાં આવતા પાર્ક અને પબ્લિક ગાર્ડમાં જવાની પણ લોકોને આઝાદી હશે. પીએમ કોંતેએ 200 મીટરની અંદર જ જોગિંગ અને બાઈક રાઈડિંગને પણ મંજૂરી આપી છે.

ઈટલી ફરીથી ટૂરિઝ્મ ખોલશે

ઈટલી ફરીથી ટૂરિઝ્મ ખોલશે

પીએમ કોંતેએ કહ્યું કે 3 મેના રોજ લૉકડાઉન ખતમ નહિ થાય બાલકે બીજો તબક્કો ચાર મેથી શરૂ થશે. અંતિમ સંસ્કાર વિધિમાં 15થી વધુ લોકો એકઠા નહિ થઈ શકે. પીએમ કોંતેએ કહ્યું કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું હર હાલમાં જરૂરી છે અને બધા પ્રકારના બિઝનેસને વર્કપ્લેસ પર સંપૂર્ણપણે સુરક્ષા પ્રોટોકોલ માનવા પડશે. કોંતેએ કહ્યું કે સરકારે સર્જિકલ માસ્કની કિંમત 50 યૂરો સેંટ્સ નક્કી કરી દીધી છે. તેમણે વચન આપ્યું કે દરેક પ્રકારના બિઝનેસને સંપૂર્ણપણે સપોર્ટ આપવામાં આવશે અને ફેઝ ટૂમાં અર્થવ્યવસ્થાના મહત્વના અંગ ટૂરિઝ્મ ક્ષેત્રને ફરીથી ખોલવામાં આવશે.

જો તમને ઈટલીથી પ્રેમ હોય તો...

જો તમને ઈટલીથી પ્રેમ હોય તો...

પીએમ કોંતેએ કહ્યું કે, જો તમને ઈટલીથી પ્રેમ છે તો તમારી વ્યક્તિગત સુરક્ષા યથાવત રાખો, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરો જેથી કોરોના વાયરસ મહામારીને દૂર રાખી શકાય. તેમણે કહ્યું કે દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે જ્યાં કોરોના વાયરસની સાથે જ રહેવું પડશે. લોકોએ જાગરૂક રહેવું પડશે કેમ કે દેશના કેટલાક ભાગમાં સંક્રમણ ફરીથી સામે આવી શકે છે. પીએમ કોંતેના શબ્દોમાં 'ખતરો હજી પણ યથાવત છે અને તેનું ધ્યાન રાખવું પડશે. માટે ફેજ ટૂ વ્યક્તિગત સુરક્ષાના હિસાબે વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે.'

લોકોને કલ્યાણકારી કામ નહિ નોકરી આપવાની છે

લોકોને કલ્યાણકારી કામ નહિ નોકરી આપવાની છે

પીએમે લોકોને અપીલ કરી કે એક મીટરની દૂરી બનાવી રાખો. પીએમ કોંતે મુજબ જો દૂરીનું સનામાન કરવામાં નહિ આવે તો પછી ગ્રાફ ફરી પોતાની જૂની સ્થિતિમાં પરત ફરી શકે છે અને જો આવું થયું તો આ વખતે સ્થિતિ નિયંત્રણની બહાર થઈ જશે. તેમણે કહ્યું કે મોતનો આંકડો વધુ આગળ વધશે અને આ અવસર પર અર્થવ્યવસ્થા પર જે ચોરટ લાગશે તેનાથી સંભાળવું મુશ્કેલ થઈ જશે. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તેમમનો ઉદ્દેશ્ય લોકોને વધુમાં વધુ નોકરી આપવાનો છે ના કે તેમને કલ્યાણકારી કામમાં સામેલ કરવાનો.

કોવિડ-19: દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1,396 નવા કેસ, કુલ સંખ્યા 27 હજારને પારકોવિડ-19: દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1,396 નવા કેસ, કુલ સંખ્યા 27 હજારને પાર

English summary
PM announces plan to ease coronavirus lockdown in Italy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X