PM Modi Speech Highlights: આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં.., ઇઝરાયલમાં ગર્જ્યા PM મોદી, PAKને દેખાડી ઓકાત
PM Modi Speech Highlights: ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂ સાથેની સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં PM મોદીએ કહ્યું, "શાલોમ (Shalom), હું PM નેતન્યાહૂનો મને અને મારા પ્રતિનિધિમંડળને ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ આભાર માનું છું. નવ વર્ષ પહેલાં મને પ્રથમવાર ઇઝરાયલ આવવાની તક મળી હતી, અને 9 વર્ષ પછી ફરી અહીં આવવું એ મારા માટે ગર્વની ક્ષણ છે. ગઈકાલે મને 'સ્પીકર ઓફ ધ કનેસેટ મેડલ' થી સન્માનિત કરવામાં આવ્યો હતો. હું આ એવોર્ડ 140 કરોડ ભારતીયો અને ભારત-ઇઝરાયલની મિત્રતાને સમર્પિત કરું છું."

તેમણે પોતાના સંબોધનમાં આગળ ઉમેર્યું કે, "અમે સમયની કસોટી પર ખરા ઉતરેલા અમારા સંબંધોને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ બંને દેશોની અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. અમે ટૂંક સમયમાં પરસ્પર ફાયદાકારક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ ઓપ આપીશું. હવે ઘણા દેશો પછી ઇઝરાયલમાં પણ ભારતની UPI પેમેન્ટ સિસ્ટમ ચાલશે. ભારત-ઇઝરાયલ ઇકોનોમિક ફોરમની સ્થાપના પણ કરવામાં આવી છે."
PM Modi Speech Highlights: ઇઝરાયલમાં ગર્જ્યા PM મોદી, પાકિસ્તાનને દેખાડી ઓકાત
PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત અને ઇઝરાયલ એ બાબતે મક્કમ છે કે, "દુનિયામાં આતંકવાદનું કોઈ સ્થાન નથી. કોઈપણ સ્વરૂપે કે અભિવ્યક્તિમાં આતંકવાદને સ્વીકારી શકાય નહીં. જે લોકો આતંકવાદીઓને આશરો આપે છે તેમને પણ છોડવામાં આવશે નહીં." પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના ઇઝરાયલની ધરતી પરથી તેને પડકાર ફેંક્યો હતો.
શાંતિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, "ભારતનું વિઝન સ્પષ્ટ છે કે માનવતા ક્યારેય યુદ્ધનો શિકાર ન બનવી જોઈએ. ગાઝા પીસ પ્લાને શાંતિનો માર્ગ મોકળો કર્યો છે અને ભારતે આવા પ્રયાસોને સમર્થન આપ્યું છે. ભવિષ્યમાં પણ ભારત તમામ દેશો સાથે સહયોગ અને વાતચીત ચાલુ રાખશે."
PM Benjamin Netanyahu Speech: 'મોદીજી, તમારા ભાષણે દિલ જીતી લીધું'
બીજી તરફ ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, "આ એક શાનદાર મુલાકાત છે. તે ટૂંકી હોવા છતાં અત્યંત ઉત્પાદક અને હૃદયસ્પર્શી રહી. મને લાગે છે કે ગઈકાલે કનેસેટમાં તમારા હૃદયસ્પર્શી ભાષણ પછી ઇઝરાયલમાં કોઈની પણ આંખ કોરી નહીં રહી હોય. હું કહી શકું છું કે ત્યારથી અમને માત્ર અમારા હૃદયમાં ઊંડાણપૂર્વક જોવાની જ નહીં, પણ આપણા બંને દેશોમાં રહેલા તેજસ્વી મગજોને જોવાની પણ તક મળી છે."
PM Benjamin Netanyahu Speech: 'ભવિષ્ય તેમનું છે જે ઈનોવેટ કરે છે'
નેતન્યાહૂએ વધુમાં ઉમેર્યું કે, "જ્યારે આપણે શિક્ષણમાં ચોકસાઈ (Precision) ની વાત કરીએ છીએ, ત્યારે હવે આપણી પાસે દરેક યુવા વિદ્યાર્થી સુધી પહોંચવા અને તેમની ક્ષમતાઓને ખીલવવા માટે સોફ્ટવેર અને AI છે. જે સીમાઓ પહેલા આપણને રોકી રહી હતી, તે હવે નથી. ભવિષ્ય તેમનું છે જે ઈનોવેટ (નવા પ્રયોગો) કરે છે અને ઇઝરાયલ-ભારત ઈનોવેશન પર મક્કમ છે. આપણને આપણી પ્રાચીન સભ્યતાઓ અને ભૂતકાળ પર ગર્વ છે, પણ ભવિષ્યને સર કરવા માટે આપણે સંપૂર્ણ દ્રઢ નિશ્ચયી છીએ અને આપણે સાથે મળીને આ કામ વધુ સારી રીતે કરી શકીએ છીએ."
#WATCH | Jerusalem | Addressing a joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," We will soon give final shape to a mutually beneficial Free Trade Agreement." pic.twitter.com/Xm42vsLpsu
— ANI (@ANI) February 26, 2026
-
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ?












Click it and Unblock the Notifications
