મોદી નીકળ્યા ત્રણ દેશોની યાત્રા પર, પહેલી વાર જશે પેલેસ્ટાઇન

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની યાત્રા પર જવા માટે રવાના થઇ ગયા છે. વડાપ્રધાન પેલેસ્ટાઇન યુનાઇડેટ અરબ અમીરાત અને ઓમાનની યાત્રા પર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે કોઇ પણ ભારતીય વડાપ્રધાન આ પહેલા પેલેસ્ટાઇનનો પ્રવાસ નથી કર્યો. રવીશ કુમારે કહ્યું કે વડાપ્રધાન અમ્માન થઇને પછી પેલેસ્ટાઇન પહોંચશે. તેમણે કહ્યું કે ભારત સરકાર જોર્ડનના પણ આભારી છે જેમણે આ દરમિયાન ત્યાંથી પસાર થવા મામલે સંપૂર્ણ સહાયતા આપી. ઉલ્લેખનીય છે કે યુએઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી યાત્રા છે. સાથે વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલી વાર ઓમાન પણ જઇ રહ્યા છે. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશોના હિતમાં જોડાયેલા અનેક મામલે ત્યાંના વરિષ્ઠ નેતાઓ જોડે મુલાકાત કરીને ચર્ચા કરશે.

modi

પેલેસ્ટાઇન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ પેલેસ્ટાઇનના રામલ્લા પહોંચશે. જ્યાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ તેમનું સ્વાગત કરશે. અને આ મામલે અનેક વિષયો પર ચર્ચા થશે. આ યાત્રા એટલા માટે પણ ખાસ છે કારણ કે આ પહેલા ઇઝરાયેલની યાત્રા દરમિયાન પીએમ મોદી અહીં નહતા ગયા. ત્યારે હાલની આ મુલાકાત બંને દેશો વચ્ચે સંબંધ સારા રહે તે માટે ખાસ કરવામાં આવી હોય તેમ મનાઇ રહ્યું છે. ઇઝરાયેલના યાત્રા પછી જ પેલેસ્ટાઇન મામલે પણ ભારત નવી પહેલ કરે તેવું વિદેશ મંત્રાલયે પણ જણાવ્યું હતું. અને હવે તે ભારતના પહેલા વડાપ્રધાન તરીકે ત્યાં જઇ રહ્યા છે.

મંદિર અને મોદી

10 ફેબ્રુઆરીમાં યુએઇ માટે જ્યારે પીએમ મોદી પ્રવાસ કરશે તો તે અહીં છઠ્ઠા વર્લ ગવર્મેન્ટ શિખર સંમેલનને પણ સંબોધિત કરશે. જે પછી પીએમ મોદી 11 ફેબ્રુઆરીએ ઓમાન માટે રવાના થશે. અને 12 ફેબ્રુઆરી તે ઓમાનના સીઇઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન પીએમ મોદી શિવ મંદિરની પણ મુલાકાત લેશે. અને ઓમાન યાત્રા વખતે ટેકનિકલ વિષયો પર પણ બંને દેશો ચર્ચા કરશે.

English summary
PM Modi to leave for three nation tour Palestine, Oman and UAE today. He will visit Palestine for the first time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.