ટ્રંપ સાથે વ્હાઇટ હાઉસમાં ડિનર કરનારા પહેલા નેતા બનશે મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમના ત્રણ દિવસોની યાત્રા માટે રવાના થયા છે. મોદી અમેરિકા, પોર્ટુગલ અને અંતમાં નેધરલેન્ડની મુલાકાત લેશે. અમેરિકાના પ્રવાસ દરમિયાન તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મળશે ત્યાં જ 17 વર્ષ પછી કોઇ ભારતીય વડાપ્રધાન પોર્ટુગલની મુલાકાત કરશે. ત્યારે પીએમ મોદીની આ મુલાકાત પહેલા અમેરિકાએ પાકિસ્તાન સખત શબ્દોમાં શું કહ્યું અને મોદીની આ મુલાકાતથી ભારતની વિદેશનીતિ અને ભારતને શું લાભ મળશે તે અંગે વિગતવાર જાણો અહીં...

પોર્ટુગલમાં પીએમ

પોર્ટુગલમાં પીએમ

ભારતીય પીએમ 17 વર્ષ પછી પોર્ટગલ જઇ રહ્યા છે. જ્યાં તે ત્યાંના પીએમ એન્ટોનિયો કોસ્ટાને મળશે. પીએમ મોદી પાર્ટુગલ મુલાકાતમાં અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને અંતરીક્ષ પર સંયુક્ત સહયોગ મામલે ચર્ચા કરશે. સાથે જ તે ત્યાંના ભારતીય સમુદાયની પણ મુલાકાત કરશે.

નેધરલેન્ડ

નેધરલેન્ડ

નેધરલેન્ડ અંગે પીએમ મોદીએ એક ટ્વિટ કરીને જણાવ્યું કે નેધરલેન્ડમાં હું ભારતના દ્રિપક્ષીય સંબધોને આગળ વધારીશ અને આર્થિક સહયોગ પણ મજબૂત થાય તે માટે પ્રયાસ કરીશ. 27 જૂને પીએમ મોદી ડચ વડાપ્રધાન માર્ક રયૂટને મળશે. જ્યાં તેઓ ક્લાયમેટ ચેન્જ અને આતંકવાદ જેવા મુદ્દા પર ચર્ચા કરશે. અને ભારતીય સમુદાયને પણ મળશે.

ટ્રંપ સાથે ડિનર

ટ્રંપ સાથે ડિનર

ઉલ્લેખનીય છે કે 26 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એકબીજા સાથે મુલાકાત કરશે. મોદી તેવા પહેલા વર્લ્ડ લીડર છે જેમણે ટ્રંપે સત્તા પર આવ્યા પછી પહેલી વાર વ્હાઇટ હાઉસમાં તેમની સાથે ડિનર કરશે. સોમવારે તે ટ્રંપ જોડે ડિનર લેશે.

પીએમ મોદી

પીએમ મોદી

25 જૂને વોશિંગ્ટનમાં ટ્રંપ સાથે મુલાકાત સાથે જ મોદી કેટલાક ખાસ અમેરિકી સીઇઓ સાથે મુલાકાત કરશે. અને ભારતીયોને પણ મળશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ટ્રંપ સરકારે ભારત અને પાકિસ્તાન બન્ને સાથે સંબંધો સારા કરવાનું વિચારી રહી છે. અને ભારતના સંબંધો વધુ મજબૂત કરવાનું વિચારે છે.

English summary
Prime Minister Narendra Modi has left for his three nation tour. PM Modi will visit Portugal today then he will leave for US and his next stop will be Netherlands.
Please Wait while comments are loading...