For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની પ્રભા અરુણની હત્યા

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયાના ઉપનગર વેસ્ટમીડમાં શનિવારે બેંગ્લોરની રહેવાસી પ્રભા અરુણ કુમારની ધાતકી હત્યા કરવામાં આવી. ઉપરા ઉપરી ચાકુના ધા ઝીંકી પ્રભાની હત્યા કરવામાં આવી. પ્રભા એક આઇટી પ્રોફેશનલ હતી જે કંપનીના કામથી ઓસ્ટ્રેલિયા ગઇ હતી. ઓફિસથી પરત ફરતા પ્રભા જ્યારે પોતાના પતિ જોડે વાત કરી રહી ત્યારે તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં પ્રભાને હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તે મૃત જાહેર કરવામાં આવી હતી.

prabha arun

નોંધનીય છે કે આ ઘટના પાછળ રંગભેદને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પ્રભાના સંબંધીઓનું માનીએ તો તેના ફોન સિવાય અન્ય કોઇ વસ્તુ ગૂમ નથી. વધુમાં પ્રભાના પિતાએ ભારત સરકારને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાનું કહ્યું છે જેથી પ્રભાના હત્યારાને જલ્દીથી પકડી શકાય.

ઓસ્ટ્રેલિયામાં અનેક આઇટી પ્રોફેશનલ કામ કરે છે. ઓસ્ટ્રેલિયામાં ટીસીએસ, ઇન્ફોસિસ સમેત અને ભારતીય આઇટી કંપનીની મોટી ઓફિસો છે. વધુમાં મોટા પ્રમાણમાં ભારતીયો ત્યાં રહે છે. હાલ આ ઘટનાથી ત્યાં પણ ભયનો માહોલ છે.


પોલિસે આ ઘટનાનું સીસીટીવી ફૂટેઝ રિલિઝ કર્યું છે. વધુમાં પ્રભાનો પતિ પણ સિડિની પહોંચી ગયો છે. નોંધનીય છે કે પ્રભાની પુત્રી અને તેનો પતિ ભારતમાં રહે છે. આ ઘટના પછી તેની પુત્રીને તેની માતાની મૃત્યુની જાણકારી હજી નથી આપી.

નોંધનીય છે કે આ પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર જીવલેણ હુમલાઓ થયા છે. 2010માં નિતિન ગર્ગ નામના વ્યક્તિની મેલબર્નમાં હત્યા કરવામાં આવી હતી.

English summary
Prabha Kumar stabbing: Sydney cops probe hate crime angle.Large number of Indian IT professionals live there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X