ચીનમાં વાવાઝોડાનો આતંક, અત્યાર સુધી 17ના મોત, 33 લાખથી વધુ લોકો પ્રભાવિત

સરકરી શિન્હવા સમાચાર એજન્સીના અનુસાર હેનાનમાં આઠ લોકો મૃત્યું પામ્યા હોવાની પુષ્ટિ થઇ છે, અહીં વાવાઝોડું શુક્રવારે બપોરના સમયે સૌથી પહેલાં દસ્તક આપી હતી. જ્યારે નવ અન્યના મૃત્યું ગુઆંગ્શીમાં થયા છે.
સ્થાનિક અધિકારીઓના અનુસાર વાવાઝોડાથી વિજળી, પાણીની આપૂર્તિ પર અસર પડી છે. સાથે જ ટેલીફોન નેટવર્ક, બંદરગાહો અને રસ્તાઓ પર પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આથી બચાવકાર્યમાં પણ મુશ્કેલી આવી રહી છે.
પ્રાંતીય નાગરિક મામલાના અધિકારીઓએ કહ્યું કે હેનાનમાં વાવાઝોડાથી લગભગ 51,000 ઘરો અને 40,600 હેક્ટર પાક નષ્ટ થઇ ગયો છે. આનાથી અર્થવ્યવસ્થાને 75 કરોડ 25 લાખ 80 હજાર અમેરિકન ડોલરનું નુકસાન થયું છે.












Click it and Unblock the Notifications
