For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તમારી સાથે 'રોક સીઝર પેપર' રમશે રોબોટ

|
Google Oneindia Gujarati News

robot
લંડન, 5 એપ્રિલઃ ભારતીય શિક્ષાવિદે બ્રિટનમાં માનવ જેવો જ દેખાતો એક બુદ્ધિમાન રોબોટ બનાવ્યો છે, જે પારંપરિક 'રોક સીઝર પેપર' ખેલ દરમિયાન પોતાની કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાના પ્રતિદ્વંદીઓના ખેલથી તેમની રણનીતિને જાણી લે છે અને ખેલને જીતવામાં લાગી જાય છે.

બેંગ્લોરના ડોક્ટર રામ રામમૂર્તિએ એડિનબરા વિશ્વવિદ્યાલયના એક દળનું નેતૃત્વ કરતા માનવ-સમાન દેખાતું ઉપકરણ બનાવ્યું છે. વિશ્વવિદ્યાલયમાં કાલે આ રોબોટના કામકાજનું પ્રદર્શન કરવામાં આવ્યું.

રામમૂર્તિએ બેંગ્લોર વિશ્વવિદ્યાલયથી ઇસ્ટ્રૂમેન્ટેશન અને ઇલેક્ટ્રોનિક એન્જીનીયરિંગમાં સ્નાતકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તે ઓસ્ટિનમાં ટેક્સસ વિશ્વવિદ્યાલય ગયા અને ત્યાંથી પીએચડીની ડીગ્રી હાંસલ કરી.

વર્ષ 2007માં એડિનબરા વિશ્વવિદ્યાલય પહોંચ્યા. હાલ યુરોપના સૌથી મોટા કોમ્પ્યુટર સાયન્સ વિભાગ સ્કૂલ ઓફ ઇફોર્મેટિક્સની સાથે કામ કરે છે. આ વર્ષે એડિનબરા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવમાં આ રોબોટ માનવ પ્રતિદ્વંદીઓ વિરુદ્ધ રોક સીઝર પેપર રમશે. રામમૂર્તિએ કહ્યું કે, આ નાનો લોકપ્રીય રોબોટને જોતા ઘણુ જ મનોરંજક છે અને અમને આશા છે કે વિજ્ઞાન મહોત્સવમાં લોકો તેને જોવાનું પસંદ કરશે.

English summary
Indian scientist has created the first ever highly intelligent robots that will play rock scissors paper with humans in a series of sell out shows at this year's Edinburgh International Science Festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X