Video: રશિયન રાજદૂતને તુર્કીના પોલિસે જ મારી ગોળી, જુઓ લાઇવ હત્યા

Written By:
Subscribe to Oneindia News

તુર્કીની રાજધાની અંકારામાં એક ગન-મેને રશિયન રાજદૂત આંદ્રે કાર્લોવને ખૂબ નજીકથી ગાળી મારી હત્યા કરી. જ્યારે તેઓ એક આર્ટ ગેલેરીમાં ભાષણ આપી રહ્યાં હતાં ત્યારે હત્યારાએ એક પછી એક ગોળીઓ મારી તેમની હત્યા કરી નાંખી હતી. મર્ડર કર્યા બાદ હત્યારાએ સ્ટેજ પરથી ઇસ્લામિક નારા લગાવ્યા અને ભાષણ આપવા માંડ્યો, જેના પરથી ખબર પડી કે તે સીરિયામાં રશિયાના હસ્તક્ષેપથી નારાજ હતો.

અહીં વાંચો - બર્લિનમાં ISIS નો આતંકી હુમલો, ખીચોખીચ ભરેલા બજારમાં લોકોને ટ્રકથી કચડ્યા, 12 ના મોત

ધડાધડ ચલાવી ગોળીઓ

ધડાધડ ચલાવી ગોળીઓ

રશિયન રાજદૂતના હત્યારાની ઓળખાણ તુર્કીના સ્પેશ્યિલ ફોર્સના પોલિસ મેમ્બર તરીકે થઇ છે. આ વીડિયોમાં તમે સાફ જોઇ શકશો કે આર્ટ ગેલેરીમાં ભાષણ આપતા રશિયન રાજદૂતની બરાબર પાછળ ઉભેલા પોલિસે તેમની પર કઇ રીતે ગોળીઓનો વરસાદ કર્યો હતો. રાજદૂત ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા અને ત્યાર બાદ હત્યારો બૂમો પાડી પાડીને બોલવા લાગ્યો.

'અલેપ્પોને ભૂલશો નહીં, સીરિયાને ભૂલશો નહીં'

'અલેપ્પોને ભૂલશો નહીં, સીરિયાને ભૂલશો નહીં'

સીરિયામાં રશિયાના હસ્તક્ષેપથી નારાજ એવો આ હત્યારો, મર્ડર બાદ સ્ટેજ પરથી ભાષણ આપવા માંડ્યો. તે ઇસ્લામિક નારા લગાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, 'અલેપ્પોને ભૂલશો નહીં, સીરિયાને ભૂલશે નહીં. જ્યાં સુધી અમારા ભાઇબંધુઓ સુરક્ષિત નથી, ત્યાં સુધી તમે પણ સુરક્ષિત નથી. સીરિયા પર થઇ રહેલા અત્યાચારમાં જે લોકો સહભાગી છે, એ બધાએ આની કિંમત ચૂકવવી પડશે.'

પોલિસની ગોળીથી હત્યારાની મોત

હત્યારાએ રશિયન રાજદૂતને માર્યા બાદ એક્ઝિબિશનમાં આવેલા લોકોને બંદી બનાવ્યા હતા. પોલિસે કાઉન્ટર ઓપરેશનમાં હત્યારા પર ગોળીઓ ચલાવી, જેમાં તે ખરાબ રીતે ઘાયલ થતાં તેની મોત થઇ. આ ઘટનામાં ત્રણ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. જુઓ રશિયન રાજદૂતના મર્ડરની આખી ઘટનાનો વીડિયો..

રશિયાના વિદેશ વિભાગે ઘટનાને ગણાવી આતંકી પ્રવૃત્તિ

રશિયાના વિદેશ વિભાગે ઘટનાને ગણાવી આતંકી પ્રવૃત્તિ

રશિયાના વિદેશ વિભાગની પ્રવક્તા મારિયા જખારોવાએ આ ઘટનાને 'એક્ટ ઓફ ટેરરિઝમ' કહી છે. તેમણે જણાવ્યું કે રશિયાના કૂટનીતિ ઇતિહાસમાં આ સૌથી દુઃખદ દિવસ છે. આ બાબતે અમે તુર્કીના સંપર્કમાં છીએ તથા આ ઘટનાની ઊંડાણથી તપાસ કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ રાજદૂતના મર્ડરની ઘટના બાદ વિદેશ વિભાગ અને ગુપ્ત એજન્સિઓ સાથે આ અંગે વાત કરી હતી.

સીરિયાની સિવિલ વોરમાં રશિયાની મુખ્ય ભૂમિકા

સીરિયાની સિવિલ વોરમાં રશિયાની મુખ્ય ભૂમિકા

રશિયા અને તુર્કી, છેલ્લા 6 વર્ષથી સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં મુખ્ય ભૂમિકામાં છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે રશિયન સૈન્યની મદદથી વિદ્રોહીઓના કબજા હેઠળનાં કેટલાંક પ્રદેશોને છોડાવ્યા છે. તો બીજી બાજુ સીરિયામાં વિદ્રોહીઓની મદદ કરી રહેલા તુર્કી, અલેપ્પો અને અન્ય શહેરોમાંથી વિદ્રોહીઓ અને નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નમાં રશિયા સાથે મળીને કામ કરી રહ્યાં છે. ગયા વર્ષે તુર્કીની મિલિટ્રીએ રશિયાના પ્લેનને તોડી પાડતાં બંન્ને દેશોના સંબંધોમાં ખટાશ આવી હતી. હત્યારો સીરિયામાં રશિયાની ભૂમિકાથી નારાજ હતો અને તેણે આ રાજકારણીય હત્યાને અંજામ આપવાનું કામ કર્યું.

English summary
Russia's ambassador shot dead in Turkey.
Please Wait while comments are loading...