રશિયામાં આતંકી હુમલોઃ 48 કલાકમાં બે વિસ્ફોટ, 10ના મોત
મોસ્કોઃ વિશ્વના શક્તિશાળી દેશોમાં સ્થાન મેળવનારું રશિયા પણ આતંકવાદથી અછૂતુ રહી શક્યું નથી. રશિયાના વોલ્ગોગ્રાદ શહેરમાં વિજળીથી ચાલતી એક ટ્રોલી બસમા એક આત્મઘાતી બોમ્બર દ્વારા બસમાં વિસ્ફોટ કરવામાં આવ્યો. આ રશિયામાં 48 કલાકમાં થયેલો બીજો ધડાકો છે, જેમા અત્યારસુધીમાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વોલ્ગોગ્રાદમાં 48 કલાકની અંદર બે વિસ્ફોટ સોચીમાં શીતકાલીન ઓલિમ્પિક આયોજનના છ સપ્તાહ પહેલા થયા છે. આપાતકાલીન મામલાના મંત્રીએ ઇજાગ્રસ્તોની મદદ માટે ચિકિત્સીય સેવાથી લેસ એક વિમાનને ઘટનાસ્થળે મોકલ્યું છે. વિન્ટર ઓલિમ્પિકની તૈયારીમાં લાગેલા રશિયાના શહેર વોલ્ગોગ્રાદમાં કાલે થયેલા આત્મઘાતી હુમલા બાદ ફરીથી આ ફિદાયિન હુમલો થયો છે.












Click it and Unblock the Notifications
