For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજ્ઞાનીઓને સૌથી જૂની અને સૌથી દૂરની ગેલેક્સી શોધી

|
Google Oneindia Gujarati News

હવાઇ, 25 ઓક્ટોબર : વિજ્ઞાનીઓને બ્રાહ્માંડમાં ઘરતીથી અત્યાર સુધીની સૌથી દૂર આવેલી અને અને સૌથી જૂની ગેલેક્સી શોધી કાઢવામાં સફળતા મેળવી છે. વિજ્ઞાનીઓએ આ ગેલેક્સીને ઝેડ8 જીએનડી 5296 નામ આપ્યું છે. માનવામાં આવે છે કે આ ગેલેક્સી સૂર્યના ઉદભવ કરતા 8 અબજ વર્ષ જૂની છે.

બીજી મહત્વની બાબત તેનું અંતર છે. તેનું અંતર કેટલું છે તેનો ક્યાસ એ બાબત પરથી લગાવી શકાય છે કે હવાઇ સ્થિત હબલ ટેલિસ્કોપ સુધી તેનો પ્રકાશ પહોંચતા 13 અબજ વર્ષ લાગ્યા છે. આ અંગે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પ્રોફેસર સ્ટીવન ફિંકેલ્સ્ટીનના જણાવ્યા અનુસાર આ ગેલેક્સીની શોધને આધારે અમને ઘણું બધું નવું શીખવા મળશે.

galaxy

પ્રોફેસર સ્ટીવનના જણાવ્યા અનુસાર આ ગેલેક્સીમાંથી ઇન્ફ્રારેડ કિરણો નીકળે છે. જેવા કારણે તે 70 કરોડ વર્ષ જુના અંતરિક્ષની અજાણી બાબતો પર પ્રકાશ પાડી શકે તેમ છે. તેની ખાસ બાબત એ છે કે તેમાં આપણી આકાશગંગાની સરખામણીએ 100 ગણી વધારે ઝડપથી તારા બની રહ્યા છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ ઉપરાંત અનેક તત્વો છે. આ તત્વોથી ગેલેક્સીમાં ઘણી ઉર્જા હશે એવું અનુમાન લગાવી શકાય છે. આ કારણે તેમાંથી મોટા પ્રમાણમાં અલ્ટ્રા વાયોલેટ કિરણો નીકળી રહ્યા છે.

વિજ્ઞાનીઓનું અનુમાન છે કે ઝેડ8 જીએનડી 5296 એવી કેટલીક ખાસ ગેલેક્સીઓ પૈકી એક છે જેમાં હાઇડ્રોજન જેવા તત્વો સઘન પ્રમાણમાં છે. આટલું પ્રમાણ માત્ર જુની ગેલેક્સીઓમાં જ હોય છે. નાસા વર્ષ 2018માં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને લોન્ચ કરશે ત્યારે તેના અંગેના વધારે રોચક તત્વોનો ખ્યાલ આવશે. આ રિસર્ચ નેચર જર્નલના નવા અંકમાં પ્રકાશિત થયું છે.

English summary
Scientists discover oldest, most distant galaxy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X