For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MH370 : પાકિસ્તાન - અફઘાનિસ્તાનની બોર્ડર પર પાર્ક!

|
Google Oneindia Gujarati News

કુઆલાલુમ્પુર, 3 એપ્રિલ : એક ચોંકાવનારા મીડિયા અહેવાલ અનુસાર MH370 પ્લેન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર પાસે જોવા મળ્યું હતું અને તેમાં તમામ યાત્રીકો જીવિત છે. આ અહેવાલ રશિયાના મીડિયામાં આવ્યા છે.

રશિયન સમાચાર પત્ર MKRUએ 31 માર્ચના રોજ પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું છે કે "મલેશિયન એરલાઇન્સના વિમાન MH370નું ક્રેશ લેન્ડિંગ કંદહારના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં થયું હતું. આ પ્રદેશના એક નાનકડા ગામના રસ્તા પર તૂટલી પાંખ સાથે તેને પાર્ક કરવામાં આવ્યું છે."

malaysia-airlines-plane-sudarsan-pattnaik-creats-a-sand-sculpture

આ અહેવાલમાં આગળ જણાવાયું છે કે "તમામ મુસાફરોને સાત જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા છે. અહીંની નાની ઝુંપડીઓમાં તેઓ મહાપરાણે દિવસો પસાર કરી રહ્યા છે." કહેવામાં આવી રહ્યું છે કે 20 એશિયન પ્રોફેશનલને પકડવામાં આવ્યા છે, જેમના પર અમેરિકાનું નિયંત્રણ છે.

સમાચાર પત્રએ વિમાન હિન્દ મહાસાગરમાં તૂટી પડવા અંગેના સમય વિશે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કારણ કે તમામ આંગળીઓ પાકિસ્તાન કે તિબેટિયન વિસ્તારો તરફ ચીંધાઇ રહી છે.

સમાચાર પત્રે લખ્યું છે કે વિમાન તૂટી પડવાનો એક પણ પુરાવો મળ્યો નથી આમ છતાં મલેશિયાના સત્તાવાળાઓ ઠોસ રીતે કેમ કહી રહ્યા છે કે પ્લેન નાશ પામ્યુ છે.

English summary
In a shocking report, the media says that MH370 plane may have been spotted in the border of Pakistan and Afghanistan and that all the passengers are alive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X