For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી ઉંચી બિલ્ડિંગ પર પહોંચી દુનિયાની સૌથી નાની મહિલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 13 સપ્ટેમ્બર: દુનિયાની સૌથી નાની મહિલા 19 વર્ષની જ્યોતિ અગમે દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ પર પહોંચી છે. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી નાની મહિલા તરીકે પોતાનું નામ દાખલ કરાવી ચૂકેલી જ્યોતિ હાલ ન્યૂયોર્કના પ્રવાસના પર છે. આ મહિલા ન્યૂયોર્કની બીજી સૌથી મોટી બિલ્ડિંગ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર પહોંચી છે.

નાગપુરની રહેનારી જ્યોતિ 19 વર્ષની છે, પરંતુ લંબાઇ માત્ર 2.5 ફૂટ છે. જ્યોતિ ગિનિજ અહીં વર્લ્ડ રેકોર્ડ બુકના 2014ની એડિશનને પ્રમોટ કરવા આવી હતી. તેને એમ્પાયર બિલ્ડિંગની સૌથી ઉંચી બિલ્ડિંગમાં લાવવામાં આવી. જ્યાં તેને વર્લ્ડ બુકને લાંચ કર્યું. તેની સાથે તેના માતા-પિતા પણ હતા. બુક લાંચ બાદ જ્યોતિએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું હતું કે ગિનિઝ બુક વર્લ્ડ રેકોર્ડે મને વિશ્વના પ્રવાસની તક આપી છે. આ કારણે હું ઘણી લોકપ્રિય અને પ્રસિદ્ધ બની ગઇ છું.

jyoti600

ગિનિઝ બુકના પ્રવક્તા સ્ટુઆર્ટ ક્લેક્સટને જ્યોતિની લંબાઇ માપી હતી. પોતાની લંબાઇના કારણે દુનિયામાં પ્રસિદ્ધ થયેલી જ્યોતિએ અત્યારસુધી બે બૉલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે હૉલીવુડની ફિલ્મોમાં કામ કરવા માંગે છે. 12મા ધોરણમાં ભણનાર જ્યોતિ અભ્યાસની સાથે-સાથે હૉલીવુડમાં કામ કરવા માંગે છે.

આ પહેલાં 18 ઓગષ્ટના રોજ જ્યોતિ એક સમારોહમાં સૌથી મોટા પુસ્તકનું વિમોચન કર્યું. જૈન મુનિ શ્રી તરૂણ સાગર દ્વારા લખેલ કડવા વચનો શીર્ષકવાળુ પુસ્તક 30 ફૂટ લાંબું અને 24 ફૂટ પહોળુ છે. પોતાની ઓછી લંબાઇને પોતાનું હથિયાર બનાવી જ્યોતિ દેશ-વિદેશમાં પોતાની લોકપ્રિયતા માટે ઓળખાવવા લાગી છે.

English summary
The shortest women in the world Jyoti Amge visited the Empire State Building, Manhattan's tallest buildings for the launch of the latest edition of the records book.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X