For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયામાં શીખ ગુરુદ્વારામાં તોડફોડ

|
Google Oneindia Gujarati News

પર્થ, 30 ઓક્ટોબર: ઇસ્લામ વિરોધી કાર્યવાહી હેઠળ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં એક નવનિર્મિત શીખ ગુરુદ્વારામાં તોડફોડ કરવામાં આવી અને તેની પર અશ્લિલ સંદેશ પર લખવામાં આવ્યો. એબીસી સમાચાર અનુસાર, બેનેટ સ્પ્રિંગના આ ગુરુદ્વારામાં 'ઓસ્ટ્રેલિયાઇ ગૌરવ' અને 'ઘર જાઓ' જેવા શબ્દો લખવામાં આવ્યા. ગુરુદ્વારાના સુરક્ષા કેમેરાને પણ તોડી નાખવામાં આવ્યો હતો.

ગ્રંથી સતજીત સિંહે જણાવ્યું 'અમે લોકો ભારતથી છીએ, ખાસ કરીને પંજાબથી, અમારો બીજા કોઇ ધર્મ સાથે કોઇ સંબંધ નથી. અમે લોકો શીખ છીએ અને અમારો ધર્મ સંપૂર્ણ રીતે અન્ય ધર્મ કરતા સંપૂર્ણ અલગ છે.' તેમણે જણાવ્યું કે તોડફોડ અત્રે થયેલી તોડફોડ ખૂબ જ હેરાન કરનાર છે અને નુકસાનને ફરીથી રિપેર કરાવવામાં 50,000 અમેરિકન ડોલર જેટલો ખર્ચ આવશે. તેમણે જણાવ્યું કે આ તોડફોડ અત્રેના નાગરિકોએ કરી છે.

gurudwara
સિંહે જણાવ્યું 'આનાથી મને દુ:ખ પહોંચ્યું છે અને મને લાગે છે કે આ ઓસ્ટ્રેલિયાઇ સમુદાય અને લોકોનું અપમાન છે.' ગુરુદ્વારાના કોષાધ્યક્ષ અમનદીપ સિંહે જણાવ્યું કે આ ખૂબ જ દુ:ખ પહોંચાડનાર ઘટના છે. અમનદીપે જણાવ્યું 'જેણે પણ આ કર્યું છે, તેમણે શરમજનક કૃત્ય કર્યું છે.'

અમનદીપ સિંહે જણાવ્યું કે 'અરબ અને શીખોની વચ્ચેના અંતરને સમજો. તેમણે ખૂબ જ નુકસાન કરી દીધું છે. તેમણે માત્ર ગુરુદ્વારાને નહીં પરંતુ આખા દેશને નુકસાન પહોંચાડ્યું છે.' તેમણે જણાવ્યું કે આ પ્રકારના 'શરમજનક કૃત્યો'થી દેશની પ્રગતિમાં અડચણ આવે છે.

લેબર સાંસદ માર્ગરેટ ક્વર્કે જણાવ્યું કે નસ્લી ભાવના અત્યંત નિંદરનીય છે. તેમણે જણાવ્યું કે વાસ્તવિકતા એ છે કે ગુરુદ્વારામાં માથું ટેકવા આવનાર મોટાભાગના ઓસ્ટ્રેલિયાઇ નાગરિક છે અને તોડફોડનું કૃત્ય ખૂબ જ દુ:ખદ છે.

સાંસદે જણાવ્યું કે તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાઇ સમુદાય તરફથી શીખ સમુદાય પાસે નિશ્ચિતપણે માફી માગે છે. ગુરુદ્વારા પર હુમલાની આ ઘટના પર્થમાં બે મસ્જીદો અેન એક ઇસ્લામિક શાળામાં થયેલી તોડફોડની ઘટના તથા 'ઇસ્લામને પ્રતિબંધિત કરો' જેવા સૂત્રો લખવાના થોડા દિવસો બાદ બની છે.

English summary
A newly built Sikh Gurdwara has become target of anti-islamic slurs after it was vandalised and painted with obscene messages in Australia's Perth city. The multi-million dollar Gurdwara in Bennett Springs was painted with the words like "Aussie pride" and "go home", ABC reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X