For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂકંપમાં તમારા મકાનની શું હાલત થશે, જણાવશે આ સોફ્ટવેર!

|
Google Oneindia Gujarati News

earthquake software
એલિકેન્ટ(સ્પેન), 29 એપ્રિલ: મિત્રો આપ એવું વિચારતા હશો કે ભૂકંપ જેવી કૂદરતી આફતોથી બચવા માટે કોઇ માનવ સર્જિત સિસ્ટમ કામ લાગી શકે ખરી? તો તેનો જવાબ છે હા. હવે એવા સોફ્ટવેરની શોધ કરવામાં આવી છે જે બતાવી શકશે કે કોઇપણ ઇમારતની સરંચના પર તેની દીવારોને કેટલી અસર થશે.

આ સોફ્ટવેરનો વિકાસ પૂર્વ સ્પેનના એલિકેન્ટ શહેરની કંપની 'આર્કિટેક્ટૂરા, એન્જિનીરિયા વાઇ કંસ્ટ્રક્શન સીવાઇપીઇ' સોફ્ટવેર કંપની કરી રહી છે. જેનો કારોબાર 47થી વધારે દેશોમાં ફેલાયોલો છે. જેમાં મુખ્યત્વે લેટિન અમેરિકા, પૂર્તગાલ અને ઉત્તરી આફ્રિકાના દેશનો સમાવેશ થાય છે.

સમાચાર એજન્સી ઇએફઇના અનુસાર કંપનીના ટેકનોલોજી નિર્દેશક કાર્લોસ ફર્નાડિઝે જણાવ્યું કે કંપની એક વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે સોફ્ટવેર લગભગ તૈયાર થઇ ચૂક્યું છે. જેના થકી બિલ્ડીંગનું સારી રીતે વિશ્લેષણ કરી શકાય છે અને કહી શકાય છે કે ભૂકંપ જેવી કૂદરતી આફતમાં બિલ્ડિંગમાં શું શું નુકસાની થઇ શકે છે.

તેમણે જણાવ્યું કે જોકે આ એવા ઘણા સોફ્ટવેરોમાંથી એક છે જે ભૂકંપ પ્રભાવીત વિસ્તારમાં ઇમારતની સુરક્ષા વધારવામાં મદદ કરશે. પરંતુ આ સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ નથી. તેમણે જણાવ્યું કે આ સોફ્ટવેરનું આંતરરાષ્ટ્રીય બજાર છે અને પ્રોફેશનલ્સ તેનો ઉપયોગ કરવાની ઇચ્છા દાખવશે.

English summary
Software to improve building safety in earthquakes in Spain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X