For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયાના ટોપ 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સોનિયા, મનમોહનનો સમાવેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 18 એપ્રિલ: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દુનિયાના 100 સર્વશ્રેષ્ઠ પ્રભાવશાળી એશિયાઇ લોકોની યાદીમાં ટોપ ફાઇવમાં સામેલ છે. ચીનના નવા રાષ્ટ્રપતિ શી ચિનફિંગ ટોચના સ્થાને છે.

'ધ એશિયાઇ એવોર્ડસ ટોપ 100' સોનિયા ગાંધીનો હવાલો આપતાં કહ્યું હતું કે તે શાસન કરી રહેલા યુપીએના પ્રમુખ છે અને સૌથી શક્તિશાળી છે. લંડનમાં ગઇકાલે વાર્ષિક એશિયાઇ એવોર્ડસમાં જાહેર કરવામાં આવેલ પ્રભાવશાળી એશિયાઇ લોકોની યાદીમાં સોનિયા ગાંધી બીજા સ્થાન પર છે. ત્રીજા સ્થાન પર ચીનના નવા વડાપ્રધાન લી કેકિયાંગ છે. 1.2 અરબની વસ્ત્રીવાળા અને લગભગ બે હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થાવાળા દેશના વડાપ્રધાન મનમોહન સિંહને આ યાદીમાં ચોથું સ્થાન મળ્યું છે.

sonia-manmohan-rahul

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આ યાદીમાં પાંચમું સ્થાન આપતાં કહેવામાં આવ્યું છે કે તેમને દેશના આગામી વડાપ્રધાન માનવામાં આવે છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીને નવમા સ્થાને અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 19મા સ્થાને રાખવામાં આવ્યાં છે. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલને 20 સ્થાન મળ્યું છે. કુલ 100 નામોમાં સૌથી વધુ ભારતના 39 છે. ચીનમાંથી 15 અને ફિલીપીનમાંથી છ નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે.

English summary
Sonia Gandhi, Manmohan Singh and Rahul Gandhi have been named among top 5 in the world's 100 most influential list of Asians topped by China's new President Xi Jinping.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X