For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ચીનમાં ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે સ્થિતિ, બેઈજિંગ અને શાંઘાઈમાં સ્કૂલ ખુલી

Coronavirus: ચીનમાં ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે સ્થિતિ, બેઈજિંગ અને શાંઘાઈમાં સ્કૂલ ખુલી

|
Google Oneindia Gujarati News

બેઈઝિંગઃ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે મહિનોથી બંધ હાલતમાં રહેલા ચીનના શહેરોમાં ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. સોમવારે શાંઘાઈ અને બેઈઝિંગની સ્કૂલો ખુલી ગઈ છે. શાંઘાઈમાં મેડિકલ અને હાઈસ્કૂલના અંતિમ વર્ષમાં ભણી રહેલા બાળકો પોતાના ક્લાસ રૂમમા દેખાયા જ્યારે બેઈજિંગમાં માત્ર હાઈસ્કૂલ સીનિયરોને આવવાની મંજૂરી આપવામાં આવી, જેમને અતિ મહત્વની ગાઓકાઓ યૂનિવર્સિટી પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવી છે.

china

ચીનમાં આ ઘાતક બીમારી પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યું છે, પરંતુ છતાં પણ હાલ હાઈઅલર્ટ જાહેર છે કેમ કે વિદેશોથી બીમારીને પહોંચી વળવા અથવા ઉત્તર-પૂર્વી ક્ષેત્રમાં ઘરેલૂ સ્કૂલ સંક્રમણનો બીજો તબક્કો શરી થઈ જવાનો ખતરો યથાવત છે. જો કે સ્કૂલના પ્રવેશ દ્વાર પર ટેંટ લગાવી દેવામાં આવ્યા છે જ્યાં બેઠેલા લોકો સ્કૂલ આવનાર બાળકોને અંદર ઘૂસતા પહેલા ડિસઈન્ફેક્ટન્ટ આપી રહ્યા છે. દેશભરમાં જાન્યુઆરીથી જ સ્કૂલને બંધ કરવી શરૂ કરી દેવામાં આવ્યું હતું, અમુક સ્કૂલો માત્ર ઑનલાઈન ગતિવિધિઓ સંચાલિત કરી રહી હતી, પરંતુ પાછલા મહિનેથી કેટલીક સ્કૂલો ખોલવી શરૂ કરી દેવામાં આવી હતી, અને આ રોગનું કેન્દ્ર રહેલ વુહાનમાં હાઈ સ્કૂલોને 6 મેથી ખોલી મુકવામાં આવશે.

ચીનના શિક્ષણ મંત્રાલય મુજબ દેશની રાજધાનીની સ્કૂલોના ગેટ પર જ વિદ્યાર્થીઓના તાપમાનની તપાસ કરાવવી પડશે, અને વિશેષ રૂપે તૈયાર કરેલ એપમાં ગ્રીન હેલ્થ કોડ દેખાયા પર જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત ચીનના વુહાનથી થઈ હતી. આ મહામારી અત્યાર સુધી 185 દેશોમાં ફેલાઈ ચૂકી છે. અત્યાર સુધી દુનિયાભરમાં કુલ 29,71,477 મામલાની પુષ્ટિ થી ચૂકી છે અને 20,6,535ના મોત થઈ ચૂક્યા છે.

કોરોના વોરિયર્સના મોંઘવારી ભથ્થા ના અટકાવો, સરકરી કર્મચારીઓની અપીલકોરોના વોરિયર્સના મોંઘવારી ભથ્થા ના અટકાવો, સરકરી કર્મચારીઓની અપીલ

English summary
students return to class in shanghai and beijing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X