For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ મહિના બાદ પહેલીવાર વુહાનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાછા ફર્યા

ત્રણ મહિના બાદ પહેલીવાર વુહાનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાછા ફર્યા

|
Google Oneindia Gujarati News

ચીનના વુહાન શહેરમાંથી ઉદ્ભવેલ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે, જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક મહામારી પણ ઘોષિત કરી દીધી છે. આ મહામારી લોકોના જીવ લઈ રહ્યા છે તેનાથી વધુ લોકોને પાયમાલ કરી રહી છે. હાલ આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યાં ચીનના વુહાનમાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે, કેટલાક બાળકોને શાળાએ જવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

wuhan

ત્રણ મહિનાથી પણ વધુ સમય બાદ બુધવારે વુહાનની 121 હાઈ સ્કૂલ અને વેકેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાછા ફર્યા છે. જણાવી દઈએ કે એવા વિદ્યાર્થીઓને જ શાળાએ આવવાની મંજૂરી આપવામાં આવી છે જેઓ ચીનની ગ્રૂલિંગ કોલેજની પ્રવેશ પરીક્ષા આપવા માટે તૈયારી કરવા માંગતા હોય.

ચીનના મીડિયા રિપોર્ટ્સ મુજબ વુહાનની શાળાઓમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓ માટે ગેટ પર ટેમ્પરેચર ચેક કરાવવું ફરજિયાત છે, માસ્ક પહેરવું ફરજિયાત છે, તથા હેન્ડ સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા પણ મોટાભાગની સ્કૂલો તરફથી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. અને વિદ્યાર્થીઓ આવે તે પહેલા અને વિદ્યાર્થીઓ સ્કૂલેથી રૂમે જાય તે પછી ક્લાસ રૂમની બેંચને પણ સેનિટાઈઝરથી સેનિટાઈઝ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે સત્તાવાર રીતે વુહાનમાં 50,000 જેટલા લોકો કોરોના વાયરસથી ઈન્ફેક્ટેડ થયા જેમાંથી 3800 જેટલા લોકોના મોત થયા. જો કે ગયા અઠવાડિયે વુહાનના સ્થાનિક તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વુહાનના હોસ્પિટલોમાં હાલ એકપણ કોવિડ 19ના દર્દી દાખલ નથી. એકક મહિના પહેલા જ આ શહેરનું 76 દિવસનું લૉકડાઉન પૂરુ થયું હતું. હાઈ સ્કૂલની સાતે જ ટૂરિઝ્મ પણ ખુલી ગયું છે.

ફરી ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોલ્યા- એક દેશના કારણે 184 દેશ નરકમાંફરી ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોલ્યા- એક દેશના કારણે 184 દેશ નરકમાં

English summary
students return to schools in wuhan after more than three month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X