Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

OIC: સુષ્મા સ્વરાજે ઈસ્લામિક દેશો સામે પાકને ઘેર્યુ, ચિડાયેલા પાકે કર્યો બૉયકૉટ

વિદેશ મંત્રી ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કન્ટ્રીઝ એટલે કે ઓઆઈસીને સંબોધિત કર્યા છે.

વિદેશ મંત્રી ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કન્ટ્રીઝ એટલે કે ઓઆઈસીને સંબોધિત કર્યા છે. આ પહેલો મોકો છે જ્યારે ભારતને આ કાર્યક્રમ માટે ગેસ્ટ ઑફ ઑનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. સુષ્માએ અહીં આતંકવાદ પર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો તેમજ તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે ભારતની લડાઈ કોઈ દેશ સાથે નથી. સુષ્માએ મુસલમાન દેશોને જણાવ્યુ કે ભારતની લડાઈ માત્ર અને માત્ર આતંકવાદ સામે છે.

ભારતની લડાઈ આતંકવાદ સામે

ભારતની લડાઈ આતંકવાદ સામે

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યુ કે ઓઆઈસી દેશો સાથે ભારતના સારા સંબંધો છે. તેમણે કહ્યુ, ‘ભારતની લડાઈ આતંક સામે છે, કોઈ ધર્મ સામે નહિ. ઈસ્લામ શાંતિ શીખવે છે.' સુષ્મા સ્વરાજ આ બેઠકમાં વિશેષ અતિથિ તરીકે શામેલ થયા છે. આવુ પહેલી વાર છે જ્યારે ભારતને ઓઆઈસીની બેઠકમાં ‘વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યુ છે. સુષ્માએ અહીં ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો. સુષ્માએ કહ્યુ, ‘ભારતે હંમેશાથી ઋગ્વેદના એક 'एकं सद्विप्रा बहुधा वदन्ति' પર વિશ્વાસ કરતુ આવ્યુ છે જેનો અર્થ છે, ‘ઈશ્વર એક છે. પરંતુ વિદ્વાનોએ તેમને અલગ અલગ રીતે વર્ણવ્યા છે.'

ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે અમુક દેશ

ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે અમુક દેશ

સુષ્માએ અહીં જણાવ્યુ કે જે રીતે ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે અને અલ્લાહના 99 નામોમાંથી કોઈને પણ હિંસા સાથે લેવાદેવા નથી. તે જ રીતે દુનિયાનો દરેક ધર્મ શાંતિ, પ્રેમ અને ભાઈચારીની વાત કરે છે. વિદેશ મંત્રી સુષ્માએ આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આજે અમુક લોકો ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે. વિદેશ મંત્રીએ ઓઆઈસીના દેશોને અપીલ કરી કે જે દેશ ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે તેમની સામે સંગઠનનો કાર્યવાહી કરવી પડસે. સંગઠનને તેમણે એ જણાવવાનું રહેશે કે આ દેશોએ પોતાના ત્યાં આતંકવાદના ઢાંચાને નષ્ટ કરવા પડશે.

પાકિસ્તાનની ખુરશી રહી ખાલી

પાકિસ્તાનની ખુરશી રહી ખાલી

વળી, જ્યાં સુષ્મા સ્વરાજ આ કાર્યક્રમમાં હાજર હતા ત્યાં પાકિસ્તાને આનો બૉયકૉ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ઓઆઈસીની સખત નારાજ છે. તેમણે ઓઆઈસીને અનુરોધ કર્યો હતો કે ભારતને અહીં ન બોલાવવામાં આવે પરંતુ ઓઆઈસીએ તેમની વાત સાંભળી નહિ અને ભારતને ગેસ્ટ ઑફ ઑનર તરીકે આમંત્રિત કર્યા. પાકિસ્તાનના વિદેશ મંત્રીની સીટ ખાલી હતી અને આ ખાલી સીટ પર સૌનું ધ્યાન ગયુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X