For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂક્રેનનું કાર્ગો વિમાન ઉત્તરી ગ્રીસમાં ક્રેશ થયુંઃ રિપોર્ટ

યૂક્રેનનું કાર્ગો વિમાન ઉત્તરી ગ્રીસમાં ક્રેશ થયુંઃ રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

યૂક્રેનનું એર કેરિયર બૈસ્ટ કાર્ગો વિમાન ક્રેશ થઈ ગયું છે. રિપોર્ટ મુજબ આ વિમાન ઉત્તરી ગ્રીસમાં ક્રેશ થયું છે. ધી એસોસિએટ પ્રેસ મુજબ આ કાર્ગો વિમાન નોર્ધન ગ્રીસ એટલે કે ઉત્તરી મિસ્રમાં ક્રેશ થયું છે. વિમાનમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તે અંગે હજી સુધી ગ્રીક સીવિલ એવિએશનના અધિકારીઓએ કોઈ પુષ્ટિ કરી નથી, અને વિમાનમાં કેવો સામાન રાખવામાં આવ્યો હતો તે વિશે પણ કંઈ જવાબો મળ્યા નથી. અધિકારીઓ હાલ વિમાન ક્રેશના લોકેશનને ટ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા છે.

plane

રિપોર્ટ મુજબ એંટોનોવ કાર્ગો પ્લેન શનિવારે કવાલા શહેર પાસે ગ્રીસમાં ક્રેશ થયું હતું. ગ્રીસ સિવિલ એવિએશન પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે વિમાન સર્બિયાથી જોર્ડન તરફ જઈ રહ્યું હતું, પરંતુ વિમાનમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તે વિશે કંઈ જણાવવામાં આવ્યું નથી. કાર્ગો કૈરિયર મેરિડિયન તરફથી આ વિમાન ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. પાયલટે પ્રશાસનને વિમાનના અંદરના એન્જીનમાં સમસ્યાને લઈ એલર્ટ કર્યા હોવાનું મિસ્રની સિવિલ એવિએશન પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે, જે બાદ પાયલટને થેસાલોનિકી અથવા કવાલા એરપોર્ટ પર લેન્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. પાયલટે કવાલા પર લેન્ડ કરવાનો ફેસલો કર્યો કેમ કે આ એરપોર્ટ લોકેશનની નજીક હતું. પરંતુ એરપોર્ટથી 40 કિમી દૂર આ વિમાન ક્રેશ થઈ ગયું.

પાગાયોના મેયર ફિલિપોસ એનાસ્ટાસિયાડિસે જણાવ્યું કે થોડા સમય સુધી અમને વિસ્ફોટકનો અવાજ આવતો રહ્યો. હું ક્રેશની સાઈટથી લગભગ 300 મીટર દૂર છું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેમને આગના ગોળા જોવા મળ્યા, જ્યાંથી ધૂમાળો ઉઠી રહ્યો હતો. વિસ્ફોટના કારણથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે વિમાનની અંદર વિસ્ફોટકો રખાયેલા હતા. ઘટનાસ્થળ પર આર્મી વિસ્ફોટક એક્સપર્ટને મોકલવામાં આવ્યા છે. ફાયર વિભાગે વિસ્તારને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધો છે અને તેને ચારો તરફથી ઘેરી લેવાયો છે.

English summary
Ukrainian cargo plane crashes in northern Greece: report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X