For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા: કોરોના વેક્સિનને લઇ પીએમ મોદીએ દુનિયાને આપ્યું આશ્વાસન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​(26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75 મા અધિવેશનમાં મહાસભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મહત્વ પર પોતાના ભાષણની શરૂઆત કરી. વિશ્વ માટ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​(26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75 મા અધિવેશનમાં મહાસભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મહત્વ પર પોતાના ભાષણની શરૂઆત કરી. વિશ્વ માટે તેના મહત્ત્વ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આગામી જાન્યુઆરીથી ભારતની ભૂમિકા પર બોલતા, સુરક્ષા પરિષદના બિન-કાયમી સભ્ય તરીકે પણ ભારત કાર્ય કરશે. મહાસભામાં પરિવર્તનને સમયની જરૂર ગણાવતા વડા પ્રધાને ભારતના કાયમી સભ્યપદ માટે પણ ભાર મૂક્યો હતો. આ બેઠકને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કોરોના વેક્સિનને લઇ આશ્વાશન આપ્યું હતું.

PM Modi

પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને એક વધુ ખાતરી આપવા માંગુ છું. ભારતની રસી ઉત્પાદન અને રસી પહોંચાડવાની ક્ષમતા સમગ્ર માનવતાને આ સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. રોગચાળાના આ મુશ્કેલ સમયમાં પણ ભારતના ફાર્મા ઉદ્યોગે 150 થી વધુ દેશોમાં આવશ્યક દવાઓ મોકલી છે.

આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીનું સંબોધન, 'UNમાં ભારતની નિર્ણાયક ભૂમિકા ક્યારે?'

English summary
UN General Assembly: PM Modi reassures world over corona vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X