સીરિયામાં રાસાયણિક હથિયારો પાછળ નોર્થ કોરિયાનો હાથ: UN

Posted By:
Subscribe to Oneindia News

સીરિયાઈ નાગરિકો પર છેલ્લા સાત વર્ષોથી બોમ્બબારી કરવામાં આવી રહી છે. જેમાં લાખો લોકો જાન ગુમાવી ચુક્યા છે. સીરિયાઈ અસદ સરકાર બે વાર તેમના નાગરિકો પર કેમિકલ હથિયારનો પ્રયોગ કરી ચુકી છે. સીરિયાને આ પ્રકારના ખતરનાક હથિયાર આપવામાં નોર્થ કોરિયા મદદ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સીરિયામાં કેમિકલ હથિયારનો પ્રયોગ કરવા માટે નોર્થ કોરિયા મદદ કરી રહ્યું છે. યુએન અને અન્ય દેશોનો આરોપ છે કે સીરિયાના પૂર્વી ઘોટામાં નાગરિકો પર ક્લોરીન ગેસ ઘ્વારા અટેક કરવામાં આવ્યો છે.

syria

સંયુક્ત રાષ્ટ્રના જાંચકર્તાઓની એક રિપોર્ટ અનુસાર નોર્થ કોરિયા ઘ્વારા જે હથિયાર સપ્લાય કરવામાં આવ્યા છે તેમાં એસિડ પ્રતિરોધી ટાઇલ્સ, વાલ્વ અને થરમૉમિટર શામિલ છે. યુએન રિપોર્ટ અનુસાર સીરિયામાં નોર્થ કોરિયાઈ મિસાઈલ ટેક્નિશિયન પણ કેમિકલ હથિયાર અને મિસાઈલ સુવિધા પર કામ કરતા જોવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નોર્થ કોરિયા અને સીરિયા વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ખતરનાક હથિયારોનો વેપાર ચાલી રહ્યો છે.

રિપોર્ટ મુજબ વર્ષ 2012 થી 2017 દરમિયાન નોર્થ કોરિયા એ લગભગ 40 શિપમેન્ટ ઘ્વારા પ્રતિબંધિત અને અવેધ હથિયાર સીરિયા સુધી પહોંચાડ્યા છે. જેનો પ્રયોગ તેમના જ નાગરિકો અને સેના માટે કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને સાર્વજનિક નથી કરવામાં આવી. પરંતુ ન્યુયોર્ક ટાઈમ્સ ઘ્વારા તેની સમીક્ષા કરવામાં આવી છે.

સીરિયામાં વર્ષ 2011 ગ્રહયુદ્ધ શરૂઆતથી નોર્થ કોરિયા પર શંકા છે કે તેમને બશર અલ અસદ ને કેમિકલ હથિયાર ઉપલબ્ધ કરાવ્યા છે. પરંતુ વર્ષ 2013 દરમિયાન પોતાના જ નાગરિકો પર કેમિકલ હથિયારનો ઉપયોગ કર્યા પછી અસદ ઘ્વારા આ હથિયાર નષ્ટ કર્યા અને બીજા કોઈ પણ દેશો સાથે તેની ડીલ ખતમ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.

English summary
UN links north korea to syria chemical weapon program

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.