For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવો ખુલાસોઃ શહેરીકરણ વધવાથી ઘટી સૂર્યની રોશની!

By Super
|
Google Oneindia Gujarati News

sunlight
વોશિંગ્ટન, 12 માર્ચઃ એક નવા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે દિનપ્રતિદિન વધતા શહેરીકરણના કારણે લોકો સુધી સૂર્યની રોશની પર્યાપ્ત માત્રામાં પહોંચી રહી નથી. સૂર્યની રોશનીમાંથી માનવીઓના શરીરને પ્રાકૃતિક રીતે વિટામીન ડી મળે છે, જે શરીરમાં કેલ્શિયમના અવશોષણમાં મદદરૂપ થાય છે. પેન્ન સ્ટેટ યુનિવર્સિટીમાં એંથ્રોપોલોજીના પ્રોફેસર, નીના જેબલોન્સકીએ જણાવ્યું કે અંદાજે 20 લાખ વર્ષ પહેલા, સૂર્યની રોશનીમાં રહેલા પરાબૈંગની કિરણોથી વ્યક્તિના શરીર પર થનારી અભિક્રિયાને નિયંત્રિત કરવા માટે મેલાનિન નામક વર્ણકનો વિકાસ માનવ શરીરમાં શરૂ થયો હતો. મેલાનિનના કારણે જ ત્વચાનો રંગ કાળો હોય છે.

મેલાનિન, મનુષ્યના શરીરમાં સૂર્યના કિરણોથી થનારી અભિક્રિયાને સંતુલિત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. આ એક રીતે શરીરને વિટામિન ડીની પર્યાપ્ત માત્રા માટે પારાબેંગની કિરણો ઉપલબ્ધ કરાવે છે અને બીજી તરફ શરીરને કિરણોના દુષ્પ્રભાવથી બચાવે છે.

જેબલોન્સકીએ જણાવ્યા પ્રમાણે, આજે મોટાભાગના લોકો શહેરોમાં રહે છે અને સીમિત માત્રામાં સૂર્યની રોશની તેમના સુધી પહોંચી શકે છે. વિશ્વના લગભગ 60 ટકા લોકો આજે શહેરોમાં રહે છે. પેન્ન યુનિવર્સિટીના એક નિવેદન અનુસાર, મોટાભાગે ઘર કે ઇમારતોની અંદર રહેનારાઓમાં સતત ત્વચા દ્વારા વિટામીન ડીના નિર્માણની ક્ષમતા ઘટી રહી છે. જેબલોન્સકીએ કહ્યું છે કે, સુરજની પર્યાપ્ત રોશની નહીં મળવાના કારણે ઘણા લોકોના શરીરમાં વિટામીન ડીની ઉણપ જોવા મળી શકે છે.

English summary
increasing urbanisation is cutting off people from adequate sunlight, which helps the skin produce vitamin D
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X