For Quick Alerts
For Daily Alerts

અમેરિકન એમ્બેસીએ પોતાના નાગરિકોને ચેતવ્યા, ભારતમાં આઇએસઆઇ હુમલાની આશંકા
અમેરિકાએ પોતાના નાગરિકોને બજારો અને ધાર્મિક સ્થળોએ સાવધાની રાખવા જણાવ્યુ છે...
અમેરિકી એમ્બેસીએ ભારત આવતા પોતાના નાગરિકોને ભારતમાં આતંકવાદી હુમલાની સંભાવના જણાવતા સાવચેત રહેવાની સલાહ આપી છે. એમ્બેસીએ આ બાબતે એક નોટીફીકેશન પણ જારી કર્યુ છે.
અમેરિકી એમ્બેસીએ મંગળવારે એક નોટીફીકેશન જારી કર્યુ છે જેમાં અમેરિકી નાગરિકોને કહેવામાં આવ્યુ છે કે ભારતીય મીડિયામાં એ પ્રકારની રિપોર્ટ આવી છે, જે ભારતમાં આઇએસઆઇ હુમલાની આશંકા ઉત્પન્ન કરે છે. નોટીફીકેશનમાં કહેવામાં આવ્યુ છે કે આ સંભવિત ખતરાને કારણે નાગરિકોએ સાવચેતી રાખવાની જરુર છે. નોટીફીકેશનમાં રાજધાની દિલ્હી ઉપરાંત દેશભરમાં તહેવારોને કારણે ધાર્મિક સ્થળો અને બજારોમાં ખાસ સાવધાની રાખવા કહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકી હુમલાની આશંકાની ખબરો છેલ્લા ઘણા દિવસોથી આવી રહી છે. હાલમાં દિવાળી અને તેની પહેલા દશેરામાં પણ ખુફિયા એજંસીઓએ આતંકી હુમલાની આશંકા જણાવી હતી.
Comments
English summary
US embassy warns Americans of possible ISIS attacks in India
Story first published: Wednesday, November 2, 2016, 11:18 [IST]