For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં પોલીસે ગુજરાતીને માર્યો મૂઢ માર, જાણો કેમ?

|
Google Oneindia Gujarati News

મેડિસન, 12 ફેબ્રુઆરી: હાલમાં ભારત અને અમેરિકાની મિત્રતાના ચર્ચા દેશ-દુનિયામાં થઇ રહ્યા છે પરંતુ અમેરિકાની પોલીસે એક ભારતીયની સાથે જે ખરાબ વર્તન થયું છે તે અસહ્ય છે. ગુજરાતના રહેનારા 57 વર્ષીય સુરેશભાઇ પટેલને અમેરિકન પોલીસે એટલી હદે માર્યા કે તેમને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા. તેમને લકવો મારી ગયો. સુરેશભાઇ વાંક માત્ર એટલો જ હતો કે તેમને અંગ્રેજી બોલતા ન્હોતું આવડતું.

મળતી માહિતી અનુસાર સુરેશભાઇ પટેલ બે અઠવાડીયા પહેલા જ પોતાના દીકરા ચિરાગની પાસે અમેરિકા ગયા હતા. દરરોજની જેમ તે સવારે ચાલવા માટે નિકળ્યા, ત્યાંની પોલીસ ત્યાં આવી ગઇ. પોલીસે સુરેશભાઇને રોક્યા અને તેમની સાથે વાતચીત કરવાની કોશીશ કરી પરંતુ તેઓ અંગ્રેજીમાં વધારે વાતચીત ન્હોતા કરી શકતા. જાણકારી અનુસાર પોલીસ અધિકારીઓએ સુરેશભાઇની તપાસ કરવાની કોશીશ કરી તો તેમણે પોતાના બંને હાથ ખિસ્સામાં નાખીને પાછળ ખસી ગયા.

patel
ત્યારબાદ પોલીસે સુરેશભાઇને જમની પર ઊંધા પાડી દીધા અને ઢોર માર માર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા. માહિતી અનુસાર સુરેશભાઇના ગળાનું હાડકું પણ ભાંગી ગયું છે અને તેમને લકવાની અસર પણ થઇ ગઇ છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશની પોલીસે જે અસંવેદનશીલતાથી જવાબ આપ્યો છે તે ખૂબ જ નફરત જન્માવનાર છે. પોલીસનું કહેવું છે કે તેમને ફોનકોલ આવ્યો હતો. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ રસ્તા પર ફરી રહ્યો છે અને ગેરેજમાં તાકજાક કરવા અંગે જણાવ્યું હતું. આ માહિતીના આધાર પર કાર્યવાહી કરવામાં આવી હતી.

જોકે મામલામાં દોષી અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તપાસના નામ પર ખાનાપૂર્તિની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને ટ્વિટર પર આ બાબતે લખ્યું છે કે ભારતીય દૂતાવાસ મામલામાં તમામ જરૂરી સહાયતા કરી રહ્યું છે, જ્યારે મેડિસનમાં પોલીસ અને પ્રમુખો સાથે પણ સતત વાતચીત કરવામાં આવી રહી છે.

English summary
Sureshbhai Patel was walking on the footpath outside his sons home in Madison, Alabama, America when patrol cops accosted him because someone called the police to report a suspicious character in the neighbourhood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X