For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મહિલા રાજદૂતનું અપમાન, કપડા ઉતરાવીને લેવાઇ તલાશી

|
Google Oneindia Gujarati News

ન્યૂ યોર્ક, 17 ડિસેમ્બર: વિઝા છેતરપિંડી અને ઘરેલું નોકરાણીનું આર્થિક શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલી ભારતીય મહિલા રાજદૂત દેવયાની ખોબરાગડેની કપડા ઉતારીને તલાશી લેવાની ચોંકાવનારી વાત સામે આવી છે. એટલું જ નહીં તેમને પોલીસ સ્ટેશનમાં સેક્સ વર્કરો, ગૂનેગારો અને નશાખોરોની હરોળમાં ઊભા રાખવામાં આવ્યા. તેમની ડીએનએ સ્વૈબિંગ પણ કરવામાં આવી.

1999ની બેચની આઇએફએસ અધિકારી ખોબરાગડેને વિઝા છેતરપિંડીના આરોપમાં સાર્વજનિક રીતે એ સમયે ધરપકડ કરવામાં આવી જ્યારે તે પોતાની દિકરીને સ્કૂલમાં મૂકવા ગઇ હતી. 39 વર્ષની ભારતીય રાજદૂતને જાહેરમાં હતકડી પહેરાવવામાં આવી હતી. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો અને તેમણે જણાવ્યું કે તેઓ રાજદૂત છે તેમને આ રીતે બંધી ના બનાવી શકાય તો તેમની કોઇએ એક સાંભળી નહીં. ધરપકડ બાદ પણ તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. બાદમાં તેમને અઢી લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા.

devyani
સૂત્રો અનુસાર 'આ વિએના કન્વેશનનું ઉલ્લંઘન છે, અમેરિકન ઓથોરિટી જાણતી હતી કે તેઓ રાજદૂત છે, તેમ છતાં તેમની સાથે આવું વર્તન કરીને તેમને અપમાનિત કરવામાં આવ્યા.' પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ ઓર્ડર ઉપરથી આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે 'ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર છે માટે તમામ દેશોના રાજદૂત અત્રે રહે છે. ન્યૂયોર્ક પોલીસને પણ કોઇ રાજદૂતની ધરપકડ અને તપાસથી જોડાયેલ નિયમો માલૂમ છે. આવું માત્ર ભારતને સંદેશ આવા અને તેની પ્રતિક્રિયા જાણવા માટે કરવામાં આવ્યું.'

English summary
India's deputy consul general in New York Devyani Khobragade was strip-searched and confined with drug addicts after her detention in a visa fraud case. She was also subjected to DNA swabbing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X