કતર વિસ્ફોટમાં પાંચ ભારતીયો સહીત 11ના મોત

Posted By:
Subscribe to Oneindia News

દોહા, 3 માર્ચ: કતરની રાજધાની દોહામાં એક તુર્કી રેસ્ટોરન્ટમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં 11 વિદેશી નાગરીકોના મોત થયાના સમાચાર છે, જેમાં પાંચ ભારતીય નાગરીકોનો પણ સમાવેશ થાય છે.

મૃત્યુ પામેલા ભારતીયોની ઓળખ અબ્દુલ સલીમ પલાંગડ, રિયાઝ કિઝાકેમાનોલિલ, જકારિયા પાડિંજારે અનાકાંડી, વેંકટેશ તેમજ શેખ બાબુ તરીકે કરવામાં આવી છે. વિસ્ફોટમાં ચાર નેપાળી અને ફિલીપાઇન્સના બે નાગરિકોના પણ મોત થયા છે. ભારતીય રાજદૂત સંજીવ અરોરાએ જણાવ્યું કે દોહા સ્થિત ભારતીય દૂતાવાસ પીડિતોના પરિવારના સંપર્કમાં છે, તથા તેમને પૂરતી મદદ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

qatar
પેટ્રોલ સ્ટેશનની પાસે આવેલા એક મોલમાં તુર્કી રેસ્ટોરન્ટમાં થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા અને 35 લોકો ઘાયલ થયા. જોકે કતાર સરકારે આ વિસ્ફોટ પાછળ કયા તત્વોનો હાથ હોવાની તપાસ શરૂ કરી દીધી છે.

કતારના વડાપ્રધાન અને આંતરિક બાબતોના મંત્રી શેખ અબ્દુલ બિન નાસીર બિન ખલિફા અલ થાનીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ તેમણે આ ઘટનાની તપાસ માટે ખાસ કમિટિની રચના કરી છે અને તેમને એક અઠવાડીયામાં પોતાનો રિપોર્ટ જમા કરાવવા જણાવ્યું છે.

English summary
Five Indians were among 11 expatriates killed in a deadly blast at a Turkish restaurant here in Qatar's capital.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.