બ્રિટેનમાં હિન્દુઓની માંસના સ્રોતને સાર્વજનિક કરવાની માંગ

આખા યુરોપમાં ઘોડાના માંસને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે એ બાબત સામે આવી છે કે સ્કોટલેન્ડના એક તૃતિયાંશથી વધારે રેસ્ટોરન્ટ બકરાના માંસના બદલે સસ્તા એટલે કે ગાયના માંસનો ઉપયોગ કરે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવતી હોવાથી હિન્દુઓ તેના માંસનું સેવન કરતા નથી.
'હિન્દુ કાઉન્સિલ બ્રિટેન'ના પ્રબંધ નિર્દેશક અનિલ ભનોટનું કહેવું છે કે 'આ મુદ્દો ધાર્મિક ચિંતા પેદા કરનારો છે કારણ કે માંસાહાર કરનારા હિન્દુઓ ગાયનું માંસ ખાવાનું પસંદ નહીં કરે કારણ કે હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવી છે.'
તેમણે જણાવ્યું કે 'મોટાભાગના હિન્દુઓ શાકાહારી છે પરંતુ અમારી ગણતરી પ્રમાણે બ્રિટેનમાં રહેનારા એક તૃતિયાંશ હિન્દુઓ માંસાહારી છે અને તેમના માટે એ જાણવું જરૂરી છે કે માંસના નામે તેમને શું પીરસાઇ રહ્યું છે.'












Click it and Unblock the Notifications
