દેવયાની કેસમાં અમેરિકા પાસે છે ત્રણ વિકલ્પો

Posted By:
Subscribe to Oneindia News

વોશિંગ્ટન, 7 જાન્યુઆરી: અમેરિકન ફરિયાદી ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેની વિરુધ્ધ 13 જાન્યુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવાનું દબાણ વધારી રહ્યા છે પરંતુ માનવામાં આવ્યું છે કે આ મુદ્દાને ઉકેલવા માટે અમેરિકન સરકારમાં ત્રણ સંભવિત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવેલા આ ત્રણ વિકલ્પોમાં પહેલું ગયા વર્ષે 12 ડિસેમ્બરના રોજ વિઝા છેતરપિંડી અને ખોટી જાણકારી આપવાના આરોપમાં ન્યૂયોર્કમાં ધરપકડ કરાયેલી ખોબરાગડેને સંયુક્ત રાષ્ટ્રમાં તેમના પરિચયપત્રને સ્વીકાર કરીને તેની વિરુધ્ધ કાયદા વિભાગ દ્વારા ગૂનાહિત આરોપ દાખલ કરાયા પહેલા તેમને સંપૂર્ણ રાજદ્વારી છૂટછાટ આપવામાં આવે.

devyani
કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં આ સૌથી પસંદગીનું વિકલ્પ છે અને માનવામાં આવી રહ્યું છે કે આ અમેરિકન પ્રશાસનમાં રહેનાર તે લોકો સમર્થન કરે છે જે ભારત-અમેરિકાના સંબંધોના પ્રબળ સમર્થક છે અને એવું નથી ઇચ્છતા કે દેવયાની જેના પગલે બંને દેશના સંબંધોમાં તિરાડ ના પડે.

સૂત્રોએ જણાવ્યું કે ત્રીજો વિકલ્પ એ છે કે 39 વર્ષીય ખોબરાગડેનું સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાનાંતરણ તેમની પર ગુનાહિત આરોપ લગાવ્યા બાદ સ્વીકાર કરવામાં આવે. જોકે આનાથી ભારતીય રાજદ્વારી ખોબરાગડે અને ભારત બંને માટે કંઇક તણાવ ઉત્પન્ન થશે.

English summary
In Indian envoy Devyani Khobaragde case America have three option.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.