ભારતીય મૂળના લેખક બુકર પુરસ્કારની યાદીમાં સામેલ

લંડનમાં રહેતા નીલ મુખર્જીનું આ પુરસ્કાર માટે પસંદગી તેમના ઉપન્યાસ 'ધ લાઇવ્સ ઓફ અધર્સ' માટે કરવામાં આવી છે. જેનું પ્રકાશન આ વર્ષે મે મહિનામાં થયું હતું. આ પુસ્તક લેખકના જન્મસ્થળ કલકત્તા પર આધારિત છે અને આ 1960ના દાયકામાં ઘોષ પરિવાર પર કેન્દ્રિત છે. ઓક્સફોર્ડ અને કેબ્રિજ યુનિવર્સિટીમાં ભણેલા નીલ મુખર્જી ઘણા સમાચાર પત્રોમાં ઉપન્યાસોની સમીક્ષા લખે છે. તેમના પ્રથમ ઉપન્યાસને 'ધ લાઇફ એપાર્ટ' ભારતમાં પુરસ્કાર મળ્યો હતો.
આ પુરસ્કાર માટે પસંદ થયેલા ઉપન્યાસોમાં બ્રિટનના છ, અમેરિકાના પાંચ અને એક ઓસ્ટ્રેલિયા તથા એક આયરલેંડનું છે. પુરસ્કારના 46 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઇપણ નાગરિકતા વાળા લેખક માટે 50 હજાર પાઉન્ડ પુરસ્કાર રાખવામાં આવ્યો છે જે મૂળરૂપથી અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યો અને તેની રચના બ્રિટનમાં પ્રકાશિત થઇ છે.












Click it and Unblock the Notifications
