For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેતરપિંડીના મામલે ભારતીય મૂળના વિદ્યાર્થીને જેલની સજા

|
Google Oneindia Gujarati News

jail
સિંગાપોર, 5 મેઃ સિંગાપોરની એક કોર્ટે રીટેલ વેપારીઓ સાથે એક લાખ 35 હજાર સિંગાપોર ડોલરથી વધુના ઇલેક્ટ્રોનિક સામાનોને લઇને છેતરપિંડી કરવાને લઇને ભારતીય મૂળના એક વિદ્યાર્થીને 22 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ગત વર્ષે જાન્યુઆરીમાં 22 વર્ષિય સુરજ કુમાર સરબજીતે પોતાને સેનાનો કેપ્ટન બતાવીને સિંગાપોરના બખ્તરબંદ વાહનોના મુખ્યાલય તરફથી સાપૂર સિનર્જીના 11 એપલ મૈકબુક પ્રો લેપટોપનો ઓર્ડર આપ્યો.

તેણે પોતાના ઇમેલમાં સાપૂરા સિનર્જીને પોતાનું કાલ્પનિક સરનામું જણાવ્યું અને 28,844 સિંગાપોર ડોલરના મૂલ્યનો સામાન મેળવવા માટે એક કૂરિયર કંપનીની મદદ લીધી. સામાન લીધા બાદ તેણે આ તમામ લેપટોપ 23,150 સિંગાપોર ડોલરમાં વેચી દીધા. છ દિવસ બાદ સુરજે આ પ્રકારે એક બીજા વિક્રેતા મલ્ટિમીડિયા ઇન્ટીગ્રેટેડથી 15,230 સિંગાપોર ડોલર મૂલ્યના 8 એપલ મૈકબૂક એર લેપટોપ મંગાવ્યા.

ધ સ્ટ્રેટ ટાઇમ્સના અહેવાલ અનુસાર, તેણે કૂરિયર કંપનીની મદદથી સામાન હાંસલ કર્યા અને 10,500 સિંગાપોર ડોલરમાં કોમ્પ્યુટર વેચી દીધા. સુરજે ત્રણ મહિનાની અંદર અંદાજે રીટેલ વેપારીઓ સાથે 1,35,772 સિંગાપોર ડોલરના મૂલ્યના સામાનો લઇને છેતરપિંડી કર્યું. કોર્ટે ગત શુક્રવારે સુરજને છેતરપિંડી ના 10 આરોપો હેઠળ દોષી ઠેરવ્યો. સુરજ વિધિ અને પ્રબંધનમાં ડિપ્લોમાનો અભ્યાસ કરી રહ્યો હતો.

English summary
A student of an Indian-origin has been sentenced to 22 months in jail by a Singapore court for cheating retailers of more than SGD 135,000 of electronics goods
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X