For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લક્ષ્મી મિત્તલને અપાયો સ્પેશિયલ રેકગ્નિશન એવોર્ડ

By Super
|
Google Oneindia Gujarati News

Lakshmi Mittal
લંડન, 22 ઑક્ટોબરઃભારતીય મૂળના સ્ટિલ ટાયકૂન લક્ષ્મી મિત્તલને લંડન ખાતે સિખ કોમ્યુનિટી દ્વારા સ્પેશિયલ રેકગ્નિશન એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને આ એવોર્ડ પંજાબમાં 4 ડોલર બિલિયનની જોઇન્ટ વેન્ચર રિફાયનરી સ્થાપી અદભૂત યોગદાન આપવા બદલ આપવામાં આવ્યો છે.

ગત રાત્રીએ યોજાયેલા એક સમારંભમાં આ એવોર્ડ મેળવતી વખતે આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઇઓએ કહ્યું, '' એક સિખ ના હોય તેવી વ્યક્તિને આ સિખ એવોર્ડ આપવામા આવ્યો તે ઘણી જ મહત્વની વાત છે. આ એવોર્ડ સિખો માટે છે તથા પંજાબ અને ભટિંડાના લોકો માટે છે.''

ભટિંડામાં મિત્તલ એનર્જી લી. દ્વારા રાજ્ય સંચાલિત હિન્દુસ્તાન પેટ્રલિયમની સહભાગીદારી સાથે આ રિફાઇનરી સ્થાપી છે. મિત્તલે કહ્યું કે રાજ્ય સરકાર તરફથી અસાધારણ સમર્થન મળ્યું છે અને આ રિફાઇનરી વર્ષમાં નાવ મિલયન ટન ઓઇલ અને દરરોજના 180,000 બેરલ ઓઇલ પેદા કરશે.

મિત્તલ ઉપરાંત સિખ એવોર્ડ જેમને એનાયત કરવામાં આવ્યો છે, તેમાં ગુરપ્રીત સિંઘ(ભારત, મનોરંજન), ગુરુકા સિંઘ(યુએસ, મીડિયા), રશપાલ કૌર(ભારત, સ્પોર્ટ્સ) અને સુરેન્દ્ર સિંઙ કંધારી(યુએઇ, સેવા) છે.

English summary
Indian-origin steel tycoon Lakshmi Mittal has received a Special Recognition Award from the Sikh community in London for his outstanding contribution in setting up a $4-billion joint venture refinery in Punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X