For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીખ પર હુમલો કરનાર ઓસ્ટ્રેલિયન દંપતિને જેલની સજા

|
Google Oneindia Gujarati News

મેલબોર્ન, 18 જુલાઇ : ઓસ્ટ્રેલિયાની એક કોર્ટે એક દંપતિને એક શીખ પર વંશીય હુમલો કરવાના ગુનામાં નવ માસની કેદની સજા સંભળાવી છે. ઓસ્ટ્રેલિયાના ઉત્તરી વિસ્તારમાં આવેલા ડાર્વિનમાં ગયા વર્ષે ઓક્ટોબર મહીનામાં જગરૂપ સિંહ નામના એક ટેક્સી ચાલક પર કરવામાં આવેલા હુમલાના પગલે એન્જેલિના કિમ સોલિત (44) અને તેના પતિ માઇકલ જોન અર્બોઇન (40)ને જેલની સજા ફટકારી છે. હુમલાને દુર્ભાગ્યપૂર્ણ અને અકારણ ગણાવી કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો.

આ ઘટના એ સમયે ઘટી હતી, જ્યારે ડાર્વિનના ડિનાહની વચ્ચે યાચ ક્લબથી સિંહને સોલિત, અર્બોઇન અને ત્રણ અન્ય લોકોની સવારી લીધી હતી. જેવા આ ત્રણેયને લઇને રવાના થયા લોલિતે તેમને એવું કહેતા તેમની પાઘડી હટાવવાનું કહ્યું કે આ ઓસ્ટ્રેલિયા છે, તેમનો પોતાનો દેશ નથી.

સિંહના જણાવ્યા અનુસાર, સોલિતે જણાવ્યું કે 'જો તમે ઓસ્ટ્રેલિયામાં રહેવા માંગતા હોય તો તેને ઉતારી દો' જોકે સિંહે ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ જ્યારે તેમણે ગાળો બોલવાનું બંધ ના કર્યું તો તેમણે તમામને કારમાંથી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ સોલિત ટેક્સીની બહાર ઉતરી અને સિંહની પાઘડી ખેંચીને વેરવિખેર કરી નાખી.

sikh driver
જ્યારે સિંહે સિંહે પોલીસ પાસે આ અંગે મદદ માંગી તો અર્બોઇને તેમને જમીન પર ફેંકી દીધો અને તેના ચહેરા પર લાતો અને ફેંટો મારી. એ જ સમયે ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઇ અને તેણે સ્થિતિને કાબૂમાં કરી.

એનટી ટાઇમ્સ અનુસાર એ ઘટનાથી સિંહ એટલા ગભરાઇ ગયા હતા કે તેમણે પોતાના યુવાન દિકરાના વાળ કપાવી દીધા અને તેને પાઘડી પહેરવાથી અટકાવી દીધો. ન્યાયાધીશ સ્ટીફન સાઉથવુડે સજા સંભળાવતા જણાવ્યું કે 'પાઘડી શીખો માટે ગૌરવ સમાન અને ધાર્મિક પ્રતિક છે.' તેમણે જણાવ્યું કે 'શીખ માટે કેશ અને પાઘડી પવિત્ર હોય છે તેને સ્પર્શ અથવા કોઇપણ રીતે અપમાનિત ના કરી શકાય.'

English summary
Australian Couple gets nine months in jail for racially abusing Sikh taxi driver.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X