For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગાપુરમાં ભારતીયોને કોઇ ભાડે નથી આપતું મકાન!

|
Google Oneindia Gujarati News

સિંગાપુર, 3 મે: ભારતીય અને ચીની પ્રવાસી સિંગાપુરમાં વધતા ભેદભાવનો સામનો કરી રહ્યા છે, જ્યાં વેબસાઇટ પર જારી જાહેરાતોમાં 'ભારતીય નહીં, ચીની નહીં' કહેવામાં આવી રહ્યું છે. મીડિયામાં આવેલી એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. બીબીસીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્પષ્ટ નથી કે ભારતીય અને ચીની પ્રવાસીઓની વિરુદ્ધ પૂર્વાગ્રથી કેટલા વિદેશી કર્મચારીઓ પ્રભાવીત થઇ રહ્યા છે. જોકે, ઘણા પ્રવાસીઓએ વિભિન્ન પ્રકારનો ભેદભાવ થવાની વાત કહી.

એક ભારતીય પ્રવાસીના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેના એજેન્ટે તેને જણાવ્યું કે ઘણા મકાન માલિકે તેને ભાડા પર મકાન આપવાનો ઇનકાર કરી રહ્યા છે, કારણ કે 'ભારતીય હંમેશા ગંધ કરનારી કરી(રસો) રાંધે છે.'

singapore
એક એસ્ટેટ એજેન્ટે આ પ્રકારની વાત જણાવતા કહ્યું કે મકાન માલિક ભારતીય અને ચીની ભાડુતીઓને ભાડા પર મકાન આપવાની ઓછી તરફેણમાં હોય છે, કારણ કે તેમનું માનવું છે કે આ લોકો તેમની સાધન-સંપતિને યોગ્ય રીતે નથી રાખતા.

રિપોર્ટ અનુસાર 24 એપ્રિલના રોજ પ્રોપર્ટીગુરુ વેબસાઇટ પર હાઉસિંગના 160થી વધારે જાહેરાત હતા, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે મકાન માલિક ભારતીયો અથવા ચીનીયોને ભાડે મકાન આપવા નથી માગતા. અત્રે નોંધનીય છે કે સિંગાપુર વિવિધતાઓનો એક રાષ્ટ્ર છે, જ્યાં 74 ટકા ચીની, 13 ટકા મલય, 9 ટકા ભારતીય અને 3 ટકા અન્ય લોકો રહે છે.

English summary
Nobody wants to give home on rent to Indian in Singapore: Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X