For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએસની છાત્રા સુદીક્ષા ભાટીના મોત કેસમાં નવો વળાંક, ડીએમે આપ્યુ નિવેદન

બુલંદશહરમાં સુદીક્ષા ભાટીના મોત કેસમાં જિલ્લાધિકારીનુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બુલંદશહરઃ બુલંદશહરમાં સુદીક્ષા ભાટીના મોત કેસમાં જિલ્લાધિકારીનુ નિવેદન સામે આવ્યુ છે. બુલંદશહરના જિલ્લાધિકારી રવિન્દ્રકુમારે આને અકસ્માત ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ તેમના(સુદીક્ષા ભાટી)ના કાકા બાઈક ચલાવી રહ્યા હતા તે બાબત એકદમ ખોટી છે. તેના ભાઈનુ વીડિયો સ્ટેટમેન્ટ જોવામાં આવ્યુ છે. તેના મામાએ પણ જણાવ્યુ કે તેનો સગીર ભાઈ બાઈક ચલાવી રહ્યો હતો અને તેણે હેલ્મેટ પહેર્યુ નહોતુ. આ તરફ પરિવારજનોનો આરોપ છે કે બુલેટ સવાર અમુક બદમાશોએ છેડતી કરી ત્યારબાદ અચાનક બ્રેક લગાવી દીધી જેના કારણે આ દૂર્ઘટના બની અને સુદીક્ષાનુ મોત થઈ ગયુ.

કાકા દ્વારા બાઈક ચલાવવાની વાત ખોટી

કાકા દ્વારા બાઈક ચલાવવાની વાત ખોટી

ડીએમ રવિન્દ્ર કુમારે જણાવ્યુ કે કાલે સવારે સુદીક્ષા ભાટી પોતાના ભાઈ સાથે બાઈકથી પોતાના મામાના ઘરે જઈ રહી હતી. ઔરંગાબાદથી ત્રણ કિલોમીટર પહેલા ટ્રાફિકના કારણે તેની આગળ જે વ્યક્તિ જઈ રહ્યો હતો તેણે બ્રેક મારી જે બાદ દૂર્ઘટના બની. તેમણે જણાવ્યુ કે સગીર ભાઈએ હેલમેટ પણ નહોતી પહેરી. તેમણે જણાવ્યુ કે કાકા દ્વારા બાઈક ચલાવવાની વાત ખોટી છે. આ ઘટનામાં જિલ્લા પ્રશાસને દરેક સંભવ મદદ કરી.

ભાઈએ કે કોઈ બીજાએ છેડતીની વાત પહેલા નહોતી કરી

પોલિસ અધિક્ષકે જણાવ્યુ, પોલિસને સૂચના મળી હતી કે એક માર્ગ અકસ્માત થયો હતો. પોલિસે ઘટના સ્થળે પહોંચી તો જાણવા મળ્યુ કે સુદીક્ષા નામની છોકરી જે પોતાના ભાઈ સાથે મામાને ઘરે જઈ રહી હતી તેનો રસ્તામાં અકસ્માત થઈ ગયો. નજરે જોનારાની પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે સામેથી એક મોટરસાઈકલ જઈ રહી હતી. તેણે અચાનક બ્રેક મારી અને સુદીક્ષાની બાઈક જઈને તેની બુલેટ સાથે ટકરાઈ ગઈ. આનાથી જમીન પર પડી જવાથી છોકરીનુ મોત થઈ ગયુ. પોલિસ અધિકારીનુ કહેવુ છે કે એ સમયે ભાઈએ કે કોઈ બીજાએ છેડતીની વાત નહોતી કરી.

સ્કૉલરશિપ પર અમેરિકા ભણવા ગઈ હતી છાત્રા

સ્કૉલરશિપ પર અમેરિકા ભણવા ગઈ હતી છાત્રા

રિપોર્ટ્સ અનુસાર યુપીના બુલંદશહેરમાં રહેતી સુદીક્ષા ભાટીએ ગયા વર્ષે ઈન્ટરમીડિયેટ પરીક્ષામાં જિલ્લામાં ટૉપ કર્યુ હતુ. સુદીક્ષાને એચસીએલ તરફથી 3 કરોડ 80 લાખ રૂપિયાની સ્કૉલરશિપ મળી હતી ત્યારબાદ તે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા જતી રહી હતી. પરિવારજનોએ જણાવ્યુ કે કોરોના સંક્રમણ કાળના કારણે સુદીક્ષા અમેરિકાથી પાછી આવી ગઈ હતી. તે બુલંદશહેરમાં જ પોતાના ઘરે હતી. તે પોતાના મામાને મળવા જઈ રહી હતી.

રશિયાઃ રાષ્ટ્રપતિ પુટિનની દીકરીને આપવામાં આવી કોરોનાની વેક્સીનરશિયાઃ રાષ્ટ્રપતિ પુટિનની દીકરીને આપવામાં આવી કોરોનાની વેક્સીન

English summary
Sudeeksha bhati death case: Bulandshahr dm statement on this case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X