For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનુ લોકપ્રિય ફરસાણ 'હાંડવો' કેવી રીતે બનાવવો, ચાલો જાણીએ અહીં.

હાંડવાને સરળ રીતે અને ઝડપથી કેવી રીતે બનાવવો. આવો જાણીએ તેની આખી રેસિપી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં બનતો હાંડવો એ એક પ્રકારની વેજીટેબલ કેક છે જે મૂળ ગુજરાતી વાનગી છે. જે મુખ્ય રીતે દૂધીમાંથી બનાવવામાં આવે છે. જો કે તેમાં બીજા પણ શાકભાજી ઉમેરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ છે. હાંડવાને સરળ રીતે અને ઝડપથી કેવી રીતે બનાવવો. આવો જાણીએ તેની આખી રેસિપી.

સામગ્રીઃ

સામગ્રીઃ

3 કપ ચોખા, 1.5 કપ તુવેરની દાળ, ¼ કપ ચણાની દાળ, ¼ કપ અડદની દાળ, મીઠું, મરચું, 10 કળી લસણ, ½ ચમચી હળદર, અથાણાનો રસો, 1 કપ દહીં, 4 ટેબલ સ્પૂન ઘઉંનો જાડો લોટ, 250 ગ્રામ દૂધી, વાટેલા આદુમરચાં, 2 ટેબલ સ્પૂન મેથીયાનો મસાલો, ગોળ, તેલ, રાઈ, 2 ટી સ્પૂન, ચપટી સોડા.

રીતઃ

રીતઃ

ચોખા અને બધી દાળ ધોઈને સૂકવીને કકરી લાડવાના લોટ જેવી વાટી લેવી.

ચોખા-દાળ પલાળીને મિક્સ્ચરમાં વાટીને પણ કરી શકાય. તેમાં દહીં નાખીને વાટવુ.

લોટમાં 3 ટેબલ સ્પૂન દહીં નાખી, બધો મસાલો નાખી, હુંફાળા પાણીથી લોટ પલાળવો.

તેમાં દૂધી છીણીને નાખવી. શિયાળો હોય તો દહીં થોડુક વધારે નાખવુ અને 4 કલાક પલાળવુ.

ઓવન, માઈક્રોવેવમાં પણ હાંડવો બનાવી શકાય

ઓવન, માઈક્રોવેવમાં પણ હાંડવો બનાવી શકાય

રાંધેલા દાળ, ભાત વધ્યા હોય તો તે પણ તેમાં નાખી શકાય.

જ્યારે હાંડવો મૂકવો હોય ત્યારે તેલ, પાણી, સોડા ગરમ કરીને નાખવા.

પછી હાંડવાના કૂકરને તેલથી ગ્રીસ કરીને ખીરુ નાખી દેવુ.

ઉપર તેલ, રાઈ અને તલનો વઘાર કરવો.

5થી 10 મિનિટ ગેસ ફાસ્ટ રાખવો. પછી ધીમો રાખવો. પોણા કલાકે હાંડવો થઈ જશે.

નૉનસ્ટીકમાં પણ હાંડવો મૂકી શકાય. એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવવો.

ઓવન, માઈક્રોવેવમાં પણ હાંડવો કરી શકાય.

English summary
How to make gujarati handvo, see the full receipe here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X