For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટી, યમ્મી પનીર બિરયાની

|
Google Oneindia Gujarati News

બિરયાની એક ભારતીય મુગલાઇ વ્યંજન છે. પણ મોટે ભાગે તેમાં માંસાહારનો ઉપયોગ થતો હોવાથી વેજીટેરિયન લોકો તેને ઓછી પસંદ કરે છે. પણ આજે અમે તમને બનાવતા શીખવું વેજ બિરયાની. જે પનીરથી બન્ને છે. જો તમને પનીર ટિક્કા, પનીર બટર મસાલા, કઢાઇ પનીર જેવી પનીરની વાનગીઓ ભાવે છે તો તમને આ બિરયાની ચોક્કસથી પસંદ આવશે.

વધુમાં જો તમે ડુંગળી અને લસણ નાખ્યા વગર પણ આ બિરયાની બનાવા માગો છો તો પણ તમે આ બિરયાની બનાવી શકશો. પનીરમાં પ્રોટીનની માત્રા સારા પ્રમાણ હોય છે અને બિરયાનીમાં વેજીટેબલ વધુ પડે છે માટે બાળકો માટે પણ આ રેસિપિ છે હેલ્ધી.

paneer biryani

નીચેની બિરયાનીની રેસિપી 3 લોકો માટે પર્યાપ્ત રહેશે.

તૈયાર સમય: 15 મિનિટ
બનાવાનો સમય: 25 મિનિટ

સામગ્રી
1 મધ્યમ આકારની ડુંગળી
1 મધ્યમ ટમાટું
1/2 કપ દહીં
1 ¼ કપ પનીર
1/4 કપ વટાણા
1 ચમચી આદુ લસણની પેસ્ટ
1 ચમચી કેવડાનું પાણી
1/4 કોથમરી અને ફૂદીનો બારીક કાપેલો
2 ચમચી તેલ
1 ચમચી ધી
2 ચમચી કેસરવાળુ દૂધ
1/4 ચમચી લાલ મિર્ચ પાવડર
1 ચમચી ગરમ મસાલો


વગાર માટે

1/2 ચમચી શાહી જીરા
5 ઇલાયચી
1 સ્ટાર ફૂલ
2 ઇંચ તજ
5 લવિંગ
1 તેજ પત્તું


ભાત માટે

1/4 ચમચી શાહી જીરું
1 ¼ કપ ભાત


બનાવાની વિધિ

1. એક મોટા વાસણમાં ભાત, શાહી જીરું અને 6 કપ પાણી નાખી પકાવી લો. ભાતને વધુ ઓવરકૂક ના કરો. ભાતમાંથી વધારાના પાણીને નીકાળીને તેને એક બાજુમાં મૂકી દો.
2. નોસ્ટિક વાસણમાં તેલ ગરમ કરો.
3. હવે તેમાં કાપેલી ડુંગળી નાખી તેને ડ્રીપ ફાર્ય કરી નીકાળી દો. જે પાછળથી ગાર્નિસિંગમાં કામમાં આવશે.
4. હવે વધેલા તેલમાં આદુ લસણ નાંખો
5. ત્યારબાદ થોડીવારમાં તેમાં ટમાટા, દહીં, લાલ મરચું અને ગરમ મસાલા પાવડર નાખી હલાવો
6. હવે તેને ઢાંકી દો અને ટમાટા ગળે નહીં ત્યાં સુધી પકાવો.
7. હવે તેમાં વટાણા, પનીર, અડધી કોથમીર નાખી બે મિનિટ માટે પકાવો.
8. હવે ધીમી આંચે તેને પકાવા દો. હવે પનીરની ગ્રેવી પર થોડા ભાત ફેલાવો અને પછી તેની પર ફુદીના અને કોથમીર તથા ગરમ મસાલાનું લેયર કરો.
9. તેની પર કેવડાનું પાણી, કેસરનું દૂધ અને કોથમીર નાંખો.
10. વાસણને એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી ઢાંકી દો.
11. 10 મિનિટ આવી જ રીતે ધીમી આંચ પર તેને થવા દો. પછી ગેસ બંધ કરી ફોઇલ ખોલ્યા વગર 15 મિનિટ રાખો
12. તમારી પનીર બિરીયાની છે તૈયાર.

  • ફ્રાય કરેલી ડુંગળીથી તેનું ગાર્નિસિંગ કરો. અને દહીંના રાયતા સાથે તેને સર્વ કરો.
English summary
paneer biryani recipe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X