For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુમનામ થઇ ગયા ટીમ ઇન્ડિયાના આ 14 ક્રિકેટર્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમમાં આપણને અનેક એવા ક્રિકેટર્સ જોવા મળ્યા જેમણે શાનદાર પ્રદર્શન કર્યું અને લોકોનું દિલ જીત્યું પરંતુ પોતાના પ્રદર્શનમાં સાત્યતા નહીં જાળવી શકતા તેમને ટીમની બહાર જવું પડ્યું અને પછી તેઓ ક્યારેયપણ ટીમમાં સ્થાન બનાવી શક્યા નથી. જેમાં પાર્થિવ પટેલ, વસિમ જાફર, વીઆરવી સિંહ, સંજય બાંગર સહિત અનેક એવા ખેલાડીઓ મળી જશે અને શોધવા બેસીએ તો આવી એક આખી યાદી બની શકે તેમ છે.

જોકે આજે અમે અહીં એવા જ 14 ખેલાડીઓની યાદી લઇને આવ્યા છીએ, જેઓ જ્યારે ટીમ ઇન્ડિયામાં આવ્યા ત્યારે એક પ્રોમિસિંગ ક્રિકેટર્સ તરીકે ઓળખાતા હતા અને બધાને લાગતું હતું કે આ ખેલાડી કંઇક અનોખું કરશે પરંતુ ખરાબ ફોર્મ અને ઇજાઓના કારણે આ ખેલાડીઓને ટીમની બહાર જવું પડ્યું અને તેના સ્થાને નવા ચહેરાઓએ દમદાર પ્રદર્શન કરી તેમના ટીમમાં પરત ફરવાના સ્વપ્ન પર પાણી રેડી દીધું, જોકે આ યાદીમાં સમાવાયેલા નામોમાં ઉનમુક્ત ચંદ એવો ખેલાડી છે, જેની પાસે હજું પણ ટીમમાં પોતાનું સ્થાન બનાવવાની તક છે, તો ચાલો તસવીરો થકી એ ખેલાડીઓ પર એક નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ-
‘ફ્લેચરને હટાવો, વેંગી અને શાસ્ત્રીને બનાવો કોચ'
આ પણ વાંચોઃ- પાકિસ્તાની લાહોર લાયન્સની 10 જાણવા જેવી બાબતો
આ પણ વાંચોઃ- તેલંગણા ‘બ્રાન્ડ' સાનિયા પર રાવનો રૂપિયાનો ‘વરસાદ'

અજય રાત્રા

અજય રાત્રા

અજય રાત્રા એક વિકેટકીપર તરીકે સામે આવ્યો. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વર્ષ 2002માં ટેસ્ટ મેચમાં તેમણે 115 રનની શાનદાર ઇનિંગ રમી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થવાના કારણે તે ટીમમાંથી બહાર થયો અને તેના સ્થાને પાર્થિવ પટેલને લેવામાં આવ્યો. ત્યારબાદ રાત્રા ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.

ટિનુ યૂહાનન

ટિનુ યૂહાનન

આ યુવા બોલરે ડિસેમ્બર 2001માં ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું અને પોતાની પહેલી ટેસ્ટમાં જ તેણે ઇંગ્લેન્ડ ટીમની ઓપનિંગ જોડીને પેવેલિયન ભેગી કરી બધાને પ્રભાવિત કર્યા. ટીમ ઇન્ડિયા માટે ત્રણ વનડે અને ત્રણ ટેસ્ટ રમય્યા બાદ ખરાબ ફોર્મના કારણે તેને ટીમની બહાર કરવામાં આવ્યો, ત્યારબાદ વર્ષ 2009માં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઇપીએલમાં રમતો જોવા મળ્યો.

ઇકબાલ સિદ્દકી

ઇકબાલ સિદ્દકી

વન મેચ વન્ડર ઇકબાલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો શાનદાર ખેલાડી હતો. ટીમ ઇન્ડિયામાં સામેલ થયા પછી પણ તેણે પોતાનો જલવો દેખાડ્યો પરંતુ ખરાબ ફોર્મના કારણે તે ટીમમાં પુનરાગમન કરી શક્યો નહીં.

વીઆરવી સિંહ

વીઆરવી સિંહ

વિક્રમ રાજવીર સિંહએ વર્ષ 2006માં ઝડપી બોલર તરીકે પદાર્પણ કર્યું. રાહુલ દ્રવિડે સિહને ભારતનો સૌથી ઝડપી બોલર ગણાવ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ તેણે દ્રવિડના કથનને ખોટું સાબિત કર્યું. ખરાબ ફોર્મના કારણે તે ટીમમાંથી બહાર થયો અને તે આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો જોવા મળ્યો.

ઉનમુક્ત ચંદ

ઉનમુક્ત ચંદ

દિલ્હીના આ ચોક્લેટી બોયના નેતૃત્વમાં અન્ડર 19 ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2012માં ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારબાદ ચંદને દિલ્હી ડેરડેવિલ્સમાં સામેલ કરવામાં આવ્યો, પરંતુ તે આઇપીએલમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં. ચંદ માટે હજુ પણ ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવવાનું બાકી છે.

શિવ સુંદર દાસ

શિવ સુંદર દાસ

વર્ષ 2002માં બાંગ્લાદેશ વિરુદ્ધ શિવ સુંદર દાસે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. દાસે ત્યારબાદ ઝિમ્બાવ્વે વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું, પરંતુ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે કંઇ ખાસ કરી શક્યો નહીં. ત્યારબાદ વનડેમાં પણ તેનું પ્રદર્શન પસંદગીકારોને આકર્ષી શક્યું નહીં અને વર્ષ 2002માં જ તે ટીમમાંથી બહાર થઇ ગયો.

સાઇરાજ બહુતુલે

સાઇરાજ બહુતુલે

મુંબઇના આ ઓલ રાઉન્ડરે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેણે ઇરાની ટ્રોફીમાં 13 વિકેટ લીધી અને તેના કારણે 2001માં તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમમાં સામેલ કરવામાં આવ્યો, આ ટૂર માટે અનિલ કુંબલે હાજર નહોતો, પરંતુ બહુતુલે કુંબલેની ઉણપને પૂરી કરી શક્યો. હાલ તે કેરળ ક્રિકેટ ટીમનો કોચ છે.

દીપ દાસગુપ્તા

દીપ દાસગુપ્તા

અજય રાત્રા પહેલા ટીમ ઇન્ડિયામાં દીપ દાસગુપ્તા ટીમના વિકેટ કીપર હતા. 2001માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ગુપ્તાએ પદાર્પણ કર્યું હતું, અહીં ટીમને હારથી બચાવવા માટે ગુપ્તાએ સદી ફટકારી હતી, પરંતુ તે પોતાનું ફોર્મ જાળવી શક્યો નહીં અને તેના કારમે તે ટીમની બહાર થઇ ગયો હતો.

સંજય બાંગર

સંજય બાંગર

ઓલ રાઉન્ડર સંજય બાંગરે ટીમ ઇન્ડિયા માટે 15 વનડે અને 12 ટેસ્ટ રમી છે, પરંતુ તે વધું કઇ ખાસ કરી શક્યા નહીં. મોટભાગે લોઅર ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યા હોવાના કારણે તે વધુ પ્રભાવ પાડી શક્યા નહીં. તેઓ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના કોચ છે અને તેમને ટીમ ઇન્ડિયાના આસિસ્ટંટ કોચ તરિકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિજય દહિયા

વિજય દહિયા

દિલ્હીના વિજય દહિયાએ ઘરેલું ક્રિકેટમાં ધૂમ મચાવી, પરંતુ ટીમ ઇન્ડિયામાં તેનો સિક્કો ચાલ્યો નહીં. 16 મહિનામાં તે ટીમ ઇન્ડિયાના પાંચમા વિકેટ કીપર હતા. સંજય બાંગરની જેમ તેમણે પણ કોચિંગને જ પોતાની કારકિર્દી બનાવી લીધી. હાલમાં તેઓ કોલકતા નાઇટ રાઇડર્સના આસિસ્ટંટ કોચ છે.

દિનેશ મોંગિયા

દિનેશ મોંગિયા

દિનેશ મોંગિયાએ 2001માં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયામાં પદાર્પણ કર્યું અને વર્ષ 2008 સુધી તે ટીમનો ભાગ રહ્યો, તેણે બે વિશ્વકપમાં પણ ભાગ લીધો પરંતુ તે કંઇ ખાસ કરી શક્યો નહીં અને ટીમની બહાર થઇ ગયો.

જોગિંદર શર્મા

જોગિંદર શર્મા

જોગિંદર શર્મા ટી20 વિશ્વકપની અંતિમ ઓવરથી ચર્ચામાં આવ્યો. તેની બોલિંગના કારણે ભારત 2007માં વિશ્વકપ જીતી લીધો. તેની રમવાની સ્ટાઇલના કારણે તેની સરખામણી કપિલ દેવ સાથે થવા લાગી, પરંતુ ટૂંક સમયમાં તે ટીમની બહાર થઇ ગયો.

પાર્થિવ પટેલ

પાર્થિવ પટેલ

પાર્થિવ પટેલને આજે પણ ભારતો બીજો સૌથી શ્રેષ્ઠ વિકેટ કીપર માનવામાં આવે છે. પટેલે વર્ષ 2003માં ન્યુઝીલેન્ડ સામે પદાર્પણ કર્યું અને ત્યારથી તેણે એક એવા વિકેટ કીપરની છબી બનાવી હતી, જે કીપિંગની સાથોસાથ રન પણ બનાવી શકે છે. હાલ તે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આઇપીએલમાં રમે છે.

વસીમ ઝાફર

વસીમ ઝાફર

જાફર પોતાના સમયનો પહેલો એવો ભારતીય બેટ્સમેન હતો, કે જેનામાં ઓપનર બનાવના ગુણ હતા. તેણે ટીમ ઇન્ડિયા માટે કેટલીક શાનદાર ઇનિંગ્સ પણ રમી પરંતુ એ સમયે બેટિંગ લાઇન અપમાં થતાં બદલાવનો ભોગ તેને બનવું પડ્યું અને ઇજા થવાના કારણે તેને ટીમની બહાર રહેવું પડ્યું.

English summary
14 indian cricketers who not get comeback in team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X