આમિરે કર્યું રાહુલ દ્રવિડનું સમર્થન

rahul-dravid
કરાચી, 9 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડમાં કરવામાં આવેલી સ્પોટ ફિક્સિંગના આરોપોના કારણે પાંચ વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલા પાકિસ્તાની ઝડપી બોલર મોહમ્મદ આમિરે રાહુલ દ્રવિડના સૂચનને સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, ફિક્સિંગને એક ગુના તરીકે ઘોષિત કરવામાં આવે. જિયો સુપર ચેનલ પર આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં આમિરે જણાવ્યું કે હું નથી જાણતો કે ફિક્સિંગને રકોવા માટે આઇસીસી પાસે કઇ શક્તિઓ છે પરંતુ તેન રોકવા માટે આકરા પગલાં ઉઠાવવા જોઇએ.

આમિર અનુસાર શિક્ષા અને જાગરુકતા જ નહીં પરંતુ દોષી જાહેર થયેલા ખેલાડી પર અપરાધિક આરોપ લગાવવામાં આવવા જોઇએ અને આઇસીસીને એ તમામ સટ્ટોરિયાઓના નંબરો પર નજર રાખવી જોઇએ.

આમિરે સૂચન આપ્યું કે જ્યાં પર મેચ રમાઇ રહી હોય ત્યાં સ્થાનિક પોલીસની આઇસીસીએ મદદ લેવી જોઇએ અને ખેલાડી તથા અધિકારીઓ પર નજર રાખવી જોઇએ. જો કે, આને અંગતતાનું હનન માની શકાય છે પરંતુ ખેલની સફાઇ માટે જરૂરી છે કે કડક નિયમો અને અનુશાસનને લાગુ કરવામાં આવે. આ ધ્યાન આપવા યોગ્ય છે કે આમિર પર ત્રણ વર્ષનો ન્યુનતમ પ્રતિબંધ શનિવારે સમાપ્ત થઇ રહ્યો છે. સ્પોટ ફિક્સિંગમાં ભારતના પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડે માંગ કરી હતી કે તેને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવે જેથી પ્રશંસકોનો રમત પર વિશ્વાસ યથાવત રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X