For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરભજનસિંહના મતે ભારતનો આ ખેલાડી બીજો કપિલદેવ બની શકે છે!

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિન બોલર હરભજન સિંહનું માનવું છે કે ઓવલ ખાતે ભારતીય ટીમની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર શાર્દુલ ઠાકુર 8 મા નંબર પર ભારતીય ટીમ માટે લાંબા ગાળાના ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિન બોલર હરભજન સિંહનું માનવું છે કે ઓવલ ખાતે ભારતીય ટીમની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર શાર્દુલ ઠાકુર 8 મા નંબર પર ભારતીય ટીમ માટે લાંબા ગાળાના ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચઘ ઓવલ ખાતે રમાઈ હતી, જેમાં શાર્દુલ ઠાકુરે બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, જે મેચ માટે મહત્વની સાબિત થઈ હતી, આ ઉપરાંત ત્રણ મહત્વની વિકેટ લઈ ટીમને જીત અપાવી હતી.

Harbhajan Singh

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા હરભજન સિંહે કહ્યું હતું કે, હું તેને 8 મા નંબર પર ભારતની બેટિંગ માટે રન બનાવતો જોવા માંગુ છું, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જ્યાં તમે બે સ્પિન બોલરો સાથે રમી શકતા નથી અને ટીમને તેમના મુખ્ય બોલરો સાથે વધારાના ઝડપી બોલરની જરૂર છે, જે નંબર 5 થી 7 વચ્ચે બેટિંગ કરી શકે. 8 માં નંબર પર બેટિંગ કરતી વખતે શાર્દુલ ઠાકુરમાં ઘણી ક્ષમતા છે, જ્યાં તે શક્ય તેટલા રન બનાવીને ટીમને જીતાડી શકે છે.

હરભજન સિંહને લાગે છે કે શાર્દુલ ઠાકુર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર માટે ભારતીય ટીમનો વિકલ્પ હોઈ શકે છે, ખાસ કરીને હાર્દિક પંડ્યાની સર્જરી પછી બોલિંગમાં ઠાકુરને તેની જગ્યાએ સરળતાથી સ્થાન આપવામાં આવી શકે છે. IPL માં શાર્દુલ ઠાકુર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સમાં સમય વિતાવનાર હરભજન સિંહને લાગે છે કે ખેલાડી રણજી ટ્રોફી અને IPL ટીમો માટે પણ ખૂબ જ વિશ્વસનીય ખેલાડી રહ્યો છે.

હરભજનસિંહે કહ્યું કે, જો તે તેની બેટિંગ પર કામ ચાલુ રાખે અને તેની બોલિંગ સાથે સખત મહેનત કરે તો તે ભારત માટે વિશ્વસનીય ઓલરાઉન્ડર શોધવાની સમસ્યા હલ કરી શકે છે અને તે આગામી કપિલ દેવ બની શકે છે. તેને બેટિંગ કરતા જોવો સારો અનુભવ છે અને જેમ જેમ તે સારી બેટિંગ કરવાનું ચાલુ રાખશે તેમ તેમ તેનો આત્મ વિશ્વાસ વધતો રહેશે.

આગળ વાત કરતા હરભજન સિંહે કહ્યું કે, તેને રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા વર્ષોથી શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેની હોમ ટીમ તેના પ્રદર્શન પર આધાર રાખે છે. તેની રમતને આગલા સ્તર પર લઈ જવાનો આ યોગ્ય સમય છે અને તેણે તે જ કર્યું. મને નથી લાગતું કે તેનું પ્રદર્શન સુધારવા માટે CSK કે અન્ય કોઈ IPL ફ્રેન્ચાઈઝીનો હાથ છે. તે વય અને સમય સાથે પરિપક્વ થઈ રહ્યો છે. તે હંમેશાથી સારો બોલર રહ્યો છે.

હરભજન સિંહે કહ્યું હતું કે, હું તેને 8 મા નંબર પર ભારતની બેટિંગ માટે રન બનાવતો જોવા માંગુ છું, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જ્યાં તમે બે સ્પિન બોલરો સાથે રમી શકતા નથી અને ટીમને તેમના મુખ્ય બોલરો સાથે વધારાના ઝડપી બોલરની જરૂર છે, જે નંબર 5 થી 7 વચ્ચે બેટિંગ કરી શકે. 8 માં નંબર પર બેટિંગ કરતી વખતે શાર્દુલ ઠાકુરમાં ઘણી ક્ષમતા છે, જ્યાં તે શક્ય તેટલા રન બનાવીને ટીમને જીતાડી શકે છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે અને 10 સપ્ટેમ્બરથી ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ યોજાશે.

English summary
According to Harbhajan Singh, this Indian player could be another Kapil Dev!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X