For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક ફિલ્ડિંગનો દોર ખત્મઃ ધોની

|
Google Oneindia Gujarati News

m-s-dhoni
નવી દિલ્હી, 25 માર્ચઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક ફિલ્ડિંગનો યુગ ખત્મ થઇ ગયો છે. ધોનીએ કહ્યું કે ભારતની ધીમી પીચો પર ક્રિકેટની આક્રમણ અને રક્ષા કરતી રણનીતિઓના કારણે ક્રિકેટની પારંપરીક શૈલીમાં બદલાવ આવ્યો છે. તેણે કહ્યું કે, પીચોનું મુલ્યાકંન કર્યા પછી રણનીતિમાં ઘણો બદલાવ આવે છે. નોંધનીય છે કે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ ત્રણ દિવસમાં જ સમાપ્ત થઇ ગઇ હતી. ભારતે આ શ્રેણી 4-0થી જીતી લીધી હતી.

ધોનીને જ્યારે પીચ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તમારે નક્કી કરવાનું છે કે શું સાચું છે ને, શું ખોટું. તમારો મત મહત્વનો છે. જ્યારે તમે ચાર બોલર સાથે રમો છો તો આ રણનીતિ કહેવાય છે. પરંતુ જ્યારે તમે ત્રણ કે ચાર સ્પિનર્સ સાથે રમો છો તો તેને ખરાબ ક્રિકેટ કહેવામાં આવે છે. ધોનીએ કહ્યું કે આક્રમક ફિલ્ડિંગનો દોર ખત્મ થઇ ગયો છે. જે પ્રકારનું ક્રિકેટ આપણે રમતા હતા, તે સંપૂર્ણપણે બદલાઇ ગયું છે. જેમ, પહેલાં આપણે જોતા હતા કે મિડઓન પર ખેલાડી ઉભો રાખવો એક સામાન્ય વાત હતી, પરંતુ હવે મિડઓન પર ખેલાડી ઓછા દેખાય છે.

દિલ્હી ટેસ્ટ દરમિયાન મેદાન પર આઉટફિલ્ડ અને બેટ્સમેનોની નજીક બધા ખેલાડીઓ ઉભા રહી ગયા હતા. ખેલાડીઓની મનોદશાને જોઇને ફિલ્ડિંગમાં ઘણો બદલાવ કરવામાં આવે છે. ધોનીએ બે સુકાનીઓ દ્વારા એક જ પ્રકારની ફિલ્ડિંગને લઇને ઉદાહરણ આપતા કહ્યું કે જો તમે વિરેન્દ્ર સેહવાગ માટે ડીમ થર્ડમેન, ડીપ પોઇન્ટ, ડીપ સ્કેવર લેગ પર ખેલાડી ઉભો રાખો છો તો તે રણનીતિ કહેવાય છે. પરંતુ, જ્યારે ધોની, ડેવિડ વોર્નર માટે ડીપ પોઇન્ટ અને ડીપ સ્કેવર લેગ પર ખેલાડી ઉભો રાખો તો તે રક્ષાત્મક થઇ જાય છે. તમારે બેટ્સમેનની મનોદશા અનુસાર ચાલવું પડે છે.

English summary
Australia in India 2012-13 Era of aggressive Test fields over says, Dhoni
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X