For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયા સતત પાંચમીવાર ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા

|
Google Oneindia Gujarati News

મેલબોર્ન, 9 ડિસેમ્બર: કિરાના ગોવર્સના ગોલ્ડન ગોલની મદદથી ઓસ્ટ્રેલિયાએ હોલેન્ડને 2-1થી હરાવીને સતત પાંચમી વખત ચેમ્પિન્સ ટ્રોફી પોતાને નામે કરી લીધી છે. ગોવર્સે વધારાના પાંચમી મિનિટમાં નિર્ણાયક ગોલ કર્યો. નિર્ધારિત સમય સુધી સ્કોર 1-1ની બરાબરી પર હતો.

ઓલિમ્પિકમાં રજત પદક વિજેતા હોલેન્ડ માટે 18મી મિનિટમાં સેન્ડર વાન વિને ગોલ કર્યો, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી બરાબરી માટેનો ગોલ 13મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર રસેલ ફોર્ડે કર્યો. છેલ્લા છ વર્ષમાં ટૂર્નામેન્ટમાં પહેલી ફાઇનલ રમી રહેલી ડચ ટીમ આખી મેચ દરમિયાન દબાણમાં દેખાઇ.

australia hockey
હોલેન્ડના ગોલ કીપર જાપ સ્ટાકમેને ઘણા ગોલ બચાવ્યા. ગોવર્સનો ગોલ્ડન ગોલ જોકે તે બચાવી શક્યા નહી, તેમણે સર્કલની અંદર ડિફેન્ડરોની ગેરહાજરીનો લાભ ઉઠાવીને એડી ઓન્કેડેનથી મળેલા પાસ પર ગોલ ફટકારી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ચિર પ્રતિદ્વંધી પાકિસ્તાનના હાથે કાંસ્ય પદક પ્લે ઓફ મુકાબલામાં 2-3થી હાર મેળવી ભારતે એકવાર ફરી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.

English summary
Keiran Govers scored five minutes into extra time to give Australia a 2-1 win over the Netherlands on Sunday, giving the Kookaburras' a fifth consecutive Champion Trophy men's field hockey title.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X