For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપર ઓવરમાં દિલ્હી સામે બેંગ્લોરનો વિજય

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 17 એપ્રિલઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેર ડેવિલ્સ વચ્ચે રમાયેલા રોમાંચક મેચમાં આરસીબીએ દિલ્હી પર શાનદાર વિજય હાંસલ કર્યો. મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો આ સીઝનમાં દિલ્હીની આ સતત પાંચમી હાર છે, જ્યારે આરસીબી આ જીત સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે.

153 રનોના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ શાનદાર 65 રનની ઇનિંગ રમી. જો કે, ક્રિસ ગેઇલે આ મેચમાં બે છગ્ગા લગાવ્યા પરંતુ પોતાનો ઝલવો દેખાડવામાં નાકામ રહ્યો. મોર્કલની ઓવરમાં ગેઇલ 13 રનના વ્યક્તિગત સ્કોરમાં ઉમેશ યાદવના હાથે કેચ આઉટ થઇ ગયો. બેંગ્લોર તરફથી લોકેસ રાહુલએ 12, એબીડી વિલિયર્સે 39 રન બનાવ્યા. મેચ અંતિમ ઓવર સુધી ખેંચાયો અને આખરે સ્કોર લેવલ તઇ ગયો. આ સ્થિતિમાં નિર્ણય સુપર ઓવરમાં આવ્યો.

virat-kohli-win
સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્રિસ ગેઇલના 2 અને એબીડી વિલિયર્સના 13 રનોની મદદથી 15 રન બનાવ્યા. દિલ્હી તરફથી સુપર ઓવરમાં ઉમેશ યાદવે બોલિંગ કરી. હવે જીત માટે દિલ્હીને 16 રન બનાવવાના હતા. આરસીબી તરફથી રવિ રામપોલે બોલિંગ કરી. તેની પહેલી બોલમાં ડેવિડ વોર્નર પેવેલિયન ભેગો થઇ ગયો. બીજી ઇનિંગમાં ઇરફાન પઠાણે બાઉન્ડ્રી ફટકારી. અને ત્યાર પછીના બોલમાં કોઇ રન બની શક્યા નહીં. ત્યારબાદ ચોથી બોલમાં એક છગ્ગો ફટકાર્યો અને પાંચમાં બોલમાં માત્ર એક રન જ લઇ શક્યો. હવે દિલ્હીને જીત માટે આખરી ઓવરમાં એક છગ્ગાની જરૂર હતી, પરંતુ રામપોલે આ બોલમાં વિકેટ મેળવી લીધી અને આ મેચ આરસીબી જીતી ગયું.

આ પહેલા, બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. દિલ્હીના બેટ્સમેને સારી શરૂઆત આપી પરંતુ તેને મોટી ઇનિંગમાં પરિવર્તિત કરી શક્યાં નહીં. પારીના અંતમાં કેદાર જાધવ 29 અને ઇરફાન પઠાણ 19 (બન્ને અણનમ)ને ઝડપી બોલિંગની મદદથી દિલ્હી બેંગ્લોરના 153 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહ્યું. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બન્ને ટીમોએ ચાર-ચાર પેસરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા અને એક-એક સ્પિનરને મેદાન પર ઉતાર્યા હતા.

ડેવિડ વોર્નર અને વિરેન્દ્ર સેહવાગની ઓપનિંગ જોડીએ દિલ્હીને સારી શરૂઆત અપાવી. આ દરમિયાન સેહવાગે આક્રમક રૂખ અપનાવ્યો જ્યારે વોર્નર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. વિનય કુમારની એક ઓવરમાં વોર્નર કેચ આઉટ થઇ ગયો અને દિલ્હીને પહેલો ઝટકો 43 રન પર પહોંચ્યો. આ જ સ્કોર પર મેક્ડોનાલ્ડે કોહલીના હાથે સેહવાગને કેચ આઉટ કરાવી દીધો. મનપ્રીત જુનેજા(17), મહેલા જયવર્દને(28)એ ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો. જુનેજા ઉનડકટની ઓવરમાં આઉટ થયો જ્યારે મહેલા રનઆઉટ થયો હતો. બેન રોહરર(14) કોઇ કમાલ કરી શક્યો નહીં. જો કે, ઇરફાન અને જાધવે અંતિમ બે ઓવરમાં 30 રનની ભાગીદારી નોંધાવી હતી. જાધવે 16 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો જ્યારે પઠાણે આઠ બોલનો સામનો કરીને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.

English summary
For the second time in IPL 2013, we had a Super Over and on both occasions Royal Challengers were involved. However, this time RCB won the thriller against Delhi Daredevils here on Tuesday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X