For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીસીસીઆઇના એવોર્ડ જાહેરઃ અશ્વિનને પોલી ઉમરીગર પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 26 ડિસેમ્બરઃ ઓફ સ્પિનર આર અશ્વિનને આ વર્ષે ભારતના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો પોલી ઉમરીગર પુરસ્કાર આપવામાં આવ્યો છે. મુંબઇમાં 11 જાન્યુઆરીએ થનારા બીસીઆઇના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં સીનિયર અને જૂનિયર સ્તર પર દેશના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સને સન્માનિત કરવામાં આવશે. જે તેમના ઓક્ટોબર 2012થી 30 સપ્ટેમ્બર 2013 સુધીના પ્રદર્શનના આધારે રહેશે.

ashwinroars
અશ્વિને આ સમયમાં આઠ ટેસ્ટમાં 43 વિકેટ લીધી જેમાં ચાર વખત ઇનિંગમાં પાંચ વિકેટ સામેલ છે. આ ઉપરાંત તેમણે બે અડધી સદી સહિત 263 રન પણ બનાવ્યા છે. બીજી તરફ વનડેમાં તેમણે 24 વિકેટ અને ચાર ટી20 આંતરાષ્ટ્રીય મેચોમાં ત્રણ વિકેટ લીધી છે.

પોલી ઉમરીગર પુરસ્કાર હેઠળ એક ટ્રોફી અને પાંચ લાખ રૂપિયા આવે છે. અત્યારસુધી સચિન તેંડુલકર(2006-07 અને 2009-10 વિરેન્દ્ર સેહવાગ(2007-08), ગૌતમ ગંભીર(2008-09), રાહુલ દ્રવિડ(2010-11) અને વિરાટ કોહલી(2011-12) આ પુરસ્કાર જીતી ચૂક્યા છે.

અભિષેક નાયરે 2012-13ના રણજી સત્રમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરનો લાલા અમરનાથ પુરસ્કાર જીત્યો. તેમણે 96.6ની એવરેજથી 966 રન બનાવ્યા, જેમાં ત્રણ સદી અને આઠ અડધી સદી સામેલ છે. આ ઉપરાંત 19 વિકેટ પણ લીધી.

પુરસ્કાર હેઠળ તેમણે એક ટ્રોફી અને 2.5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે. મુંબઇ ક્રિકેટ સંઘને સર્વશ્રેષ્ઠ ઓવરઓલ પ્રદર્શનનો પુરસ્કાર આપવામાં આવ્યો. એમસીએની વિભિન્ન ટીમોએ રણજી ટ્રોફી, અન્ડર 25 સીકે નાયડુ ટ્રોફી, અન્ડર 16 વિજય મર્ચેન્ટ ટ્રોફી, મહિલા અન્ડર 19 આંતર રાજ્ય ટૂર્નામેન્ટ જીતવા ઉપરાંત અન્ડર 19 કૂચ બેહાર ટ્રોફીની ફાઇનલ રમી છે.

રોહિત શર્માને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો દિલીપ સરદેસાઇ પુરસ્કાર આપવામાં આવશે. તેમણે બે ટેસ્ટમાં સદી ફટકારતા 288 રન બનાવ્યા. પુરસ્કાર હેઠળ તેમણે ટ્રોફી અને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે.

ત્રણ પૂર્વ દિગ્ગજો બાપુ નાડકર્ણી, ફારુખ એન્જીનિયર અને દિવંગત એકનાથ સોલ્કરને પણ ભારતીય ક્રિકેટમાં યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. તેમને સ્મૃતિ ચિન્હ અને 15-15 લાખ રૂપિયા મળશે.

અન્ય પુરસ્કાર વિજેતાઓની વાત કરવામાં આવે તો

જીવનજોત સિંહ ચૌહાણઃ માધવરાવ સિંધિયા પુરસ્કાર(રણજી ટ્રોફીમાં સર્વાધિક સ્કોર- ટ્રોફી અને 2.5 લાખ રૂપિયાનો ચેક)
ઇશ્વર પાંડેઃ માધવરાવ સિંધિયા પુરસ્કાર(રણજી ટ્રોફીમાં સર્વાધિક સ્કોર- ટ્રોફી અને 2.5 લાખ રૂપિયાનો ચેક)
કરણ શર્માઃ એમએ ચિદમબરમ ટ્રોફી( સર્વશ્રેષ્ઠ અન્ડર 25 ક્રિકેટર- ટ્રોફી અને 50 હજાર રૂપિયાનો ચેક)
અક્ષર પટેલઃ એમએ ચિદમબરમ ટ્રોફી( સર્વશ્રેષ્ઠ અન્ડર 19 ક્રિકેટર- ટ્રોફી અને 50 હજાર રૂપિયાનો ચેક)
અરમાન જાફરઃ એમએ ચિદમબરમ ટ્રોફી( સર્વશ્રેષ્ઠ અન્ડર 16 ક્રિકેટર- ટ્રોફી અને 50 હજાર રૂપિયાનો ચેક)
એમડી તિરુશકામિનીઃ એમએ ચિદમબરમ ટ્રોફી( સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર- ટ્રોફી અને 50 હજાર રૂપિયાનો ચેક)
સી શમસુદ્દીનઃ ઘર આંગણાના સર્વશ્રેષ્ઠ અમ્પાયર(ટ્રોફી અને 50 હજાર રૂપિયાનો ચેક)

English summary
India's best performers in senior and junior level cricket, at the international and domestic level, in the twelve months from 1 October 2012 to 30 September 2013, will be honoured for their achievements, at the function, BCCI secretary Sanjay Patel said in a media release today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X