For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Olympics 2032: 2032 ઓલિમ્પિકનું આયોજન બ્રિસ્બેનમાં થશે, સત્તાવાર જાહેરાત કરાઈ

ઓલિમ્પિકને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ, જ્યાં ટોક્યો ઓલિમ્પિક્સ 2020 શરૂ થવાની તૈયારી છે તો બીજી તરફ આગામી ઓલિમ્પિક્સ માટેની તૈયારીઓ શરૂ થઈ છે.

|
Google Oneindia Gujarati News

ઓલિમ્પિકને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ, જ્યાં ટોક્યો ઓલિમ્પિક્સ 2020 શરૂ થવાની તૈયારી છે તો બીજી તરફ આગામી ઓલિમ્પિક્સ માટેની તૈયારીઓ શરૂ થઈ છે. સમાચાર આવ્યા છે કે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર 2032 ઓલિમ્પિકનું આયોજન કરશે. ત્રીજી વખત ઓસ્ટ્રેલિયામાં ઓલિમ્પિક યોજાશે. આ પહેલા ઔસ્ટ્રેલિયાએ 1956 માં મેલબોર્ન અને 2000 માં સિડનીમાં ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું.

IOC

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ આની જાહેરાત કરી હતી. વોટીંગ બાદ 2032 ઓલિમ્પિક માટે ઔસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરને સત્તાવાર યજમાન જાહેર કરાયું હતું. બ્રિસ્બેન યજમાનપદે જાહેર કરાતા સ્થાનિકોએ ઉજવણી કરી હતી. ઔસ્ટ્રેલિયામાં ઘણી જગ્યાઓએ આતશબાજી શરૂ થઈ છે. બ્રિસ્બેનમાં ખુશીનો માહોલ છે.

ઔસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને યજમાન બન્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, "અમને એ વાતનો આનંદ છે, અમને અમારી સરકાર પર ગર્વ છે કે અમને બ્રિસ્બેન અને ક્વીન્સલેન્ડમાં આ રમતોનું આયોજન કરવાની તક મળી. ઔસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડની સરકાર આર્થિક રીતે યજમાની કરવા તૈયાર છે. શાનદાર રીતે આયોજન કરવામાં આવશે. અમને આયોજન કેવી રીતે કરવુ તેનો અનુભવ છે. ઉલ્લેખનિય છે કે 2024 માં ઓલિમ્પિક રમતો પેરિસમાં અને 2028 માં લોસ એન્જલસ યોજાશે.

English summary
risbane to host 2032 Olympic Games, announced IOC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X