For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાલમિયા કરશે ક્રિકેટની છબીને 'સ્વચ્છ'

By Super
|
Google Oneindia Gujarati News

કોલકતા, 3 જૂનઃ બીસીસીઆઇ અધ્યક્ષ પદથી હટાવવામા આવ્યા બાદ અંદાજે સાડા છ વર્ષ પછી બીસીસીઆઇના અંતરિમ પ્રમુખ બનાવવામાં આવેલા વિવાદોથી ઘેરાયેલા જગમોહન દાલમિયા માટે જીવને ભલે કરવટ બદલી હોય પરંતુ તેઓ તેને એક વ્યક્તિની જીત માનતા નથી. દાલમિયા સ્પોટ ફિક્સિંગ પ્રકરણના કારણે ગંદી થયેલી ક્રિેકેટની છબીને સ્વચ્છ કરવાની જવાબદારીને એક પડકારના રૂપમાં લઇ રહ્યાં છે.

દાલમિયાએ ચેન્નાઇમાં બીસીસીઆઇની ઇમર્જેન્ટ વર્કિંગ કમિટીની બેઠકમા ભાગ લઇને પરત આવ્યા બાદ પત્રકારોને જણાવ્યું છે કે, આ કો વ્યક્તિની જીત નથી. સમયની જરૂરિયાત ક્રિકેટની છબીને સ્વચ્છ કરવાની છે. એ મારી ટોચની પ્રાથમિકતા છે. મારી પાસે આમ કરવા માટે સમય ઘણો ઓછો છે. મારે ઝડપથી કામ કરવું પડશે. મારે ક્રિકેટ બિરાદરીને એ સાબિત કરવું પડશે કે ક્રિકેટ સ્વચ્છ ખેલ છે. મારે લોકોમાં એ વિશ્વાસ પરત લાવવો પડશે.

Jagmohan-Dalmiya
અંદાજે સાત વર્ષ પહેલા બીસીસીઆઇમાંથી હાંકી કઢાયેલા દાલમિયાની એક સંકટમોચકના રૂપામાં વાપસી થઇ, તેમણે સ્પોટ ફિક્સિંગ પ્રકરણથી શર્મસાર ભારતીય ક્રિકેટના ખોવાયેલા ગૌરવને પરત મેળવવાની જવાબદારી સોંપવામા આવી છે. 73 વર્ષના ધુરંધર ક્રિકેટ પ્રશાસક દાલમિયા વર્તમાન સમયને કપરો સમય ગણાવે છે અને કહે છે કે, આ એક કપરો સમય છે. મે મારી નિર્દોષતાને સાબિત કરી છે. હું વસ્તુઓને હાંસલ કરવામાં વિશ્વાસ રાખું છુ.

વિવાદોથી ઘેરાયેલા રહ્યાં છે દાલમિયા

આઇસીસી અને બીસીસીઆઇના પ્રમુખ રહી ચુકેલા દાલમિયા અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યાં છે. બોર્ડના નાણાનો દૂરુપયોગ કરવાનો આક્ષેપ કરતા તેમની સામે બોર્ડે કેસ કર્યો હતો અને તેમને બીસીસીઆઇમાંથી દૂર કરવામાં આવ્યા હતા. અગાઉ ટીવી રાઇટ્સ વેચવાના મામલે પણ એક વિવાદ સર્જાયો હતો અને તેના કારણે તેણે આઇસીસીની ખુરશી પણ છોડવી પડી હતી.

English summary
Dalmiya is instead taking this as a challenge to clean the murk maligning cricket in the wake of the spot fixing scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X