For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડના સુકાની કૂકે તોડ્યો સચિનનો રેકોર્ડ

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 6 ડિસેમ્બરઃ એલિસ્ટર કૂકે ભારત વિરુદ્ધ સદી ફટકારી ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ સદી ફટકારવાના હેમન્ડના રેકોર્ડની સાથે સૌથી નાની ઉમરે સાત હજાર રન પૂરા કરવાના સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાંખ્યો છે. કૂકે પોતાની 23મી સદી ફટકારી અને આ સાથે જ ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક સદી ફટકારનાર ખેલાડી બની ગયો. તેણે હેમંડનો 73 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

cook century
હેમંડ ઉપરાંત કોલિન, જ્યોફ્રી બોયકોટ અને પીટરસનના નામે 22 સદીઓ બોલે છે. કૂકની આ શ્રેણીમાં ત્રીજી સદી છે. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હેમંડે પહેલી ઓગસ્ટ 1939માં બનાવ્યો હતો. ત્યારથી આ રેકોર્ડ તેના નામે બોલે છે, તેના પછી અનેક ખેલાડીઓએ તેમના આ રેકોર્ડની બરાબરી કરી પરંતુ કૂક પહેલો બેટ્સમેન છે કે જેણે તેમના રેકોર્ડને તોડ્યો.

પોતાની 86મી મેચ રમી રહેલા કૂકે તેની આ ઇનિંગ દરમિયાન 88 રન બનાવતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કરી લીધા છે. કૂક માત્ર 27 વર્ષનો છે અને આ રીતે તેણે સૌથી નાની ઉમરે સાત હજાર રન કરનાર ખેલાડીના સચિના રેકોર્ડને તોડી નાંખ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર સચિને જ્યારે સાત હજાર રન બનાવ્યા ત્યારે તે 28 વર્ષનો હતો.

નોંધનીય છે કે સાત હજાર રન કરનાર તે દસમો ઇંગ્લિશ ખેલાડી છે. તેના પહેલા ગ્રેહમ ગૂચ, એલેક સ્ટીવર્ટ, ડેવિડ ગાવર, બોયકટ, માઇખ એથરટન, કોલિન કાઉડ્રે, પીટરસન હેમંડ અને એન્ડ્ર્યુ સ્ટ્રોસ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

English summary
Skipper Alastair Cook created history by cracking his 23rd Test century, the most by an Englishman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X